શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Appleએ લૉન્ચ કર્યો સૌથી સસ્તો iPhone, જાણો ફિચર્સ અને કિંમત વિશે...
iPhone SE 2020ની સાથે કંપનીએ એકવાર ફરીથી ટચ આઇડીને પાછી ખેંચી લીધી છે. નાની સ્ક્રીન, વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ અને ટચ આઇડી જેવી ફિચર્સ આપ્યા છે
નવી દિલ્હીઃ દુનિયાની ટેક દિગ્ગજ એપલે એક નવો આઇફોન લૉન્ચ કર્યો છે, એપલે iPhone SEનુ નવુ વર્ઝન iPhone SE 2020 લૉન્ચ કર્યુ છે, આ સૌથી સસ્તો આઇફોન છે, આ આઇફોનને કંપનીએ ત્રણ કલર વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે.
iPhone SE 2020ની સાથે કંપનીએ એકવાર ફરીથી ટચ આઇડીને પાછી ખેંચી લીધી છે. નાની સ્ક્રીન, વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ અને ટચ આઇડી જેવી ફિચર્સ આપ્યા છે.
એપલ iPhone SE 2020ની કિંમતો.....
Apple iPhone SE 64GB : $399 (લગભગ 30,562 રૂપિયા)
Apple iPhone SE 128GB: $449 (લગભગ 34,392 રૂપિયા)
Apple iPhone SE 256GB: $499 (લગભગ 38,222 રૂપિયા)
Apple iPhone SE નુ પ્રી બૂકિંગ 17 એપ્રિલથી શરૂ થશે, અને આનુ વેચાણ 24 એપ્રિલથી શરૂ કરી દેવામાં આવશે.
નવા આઇફોન iPhone SE 2020માં 4.7 રેટિના HD HDR10 ડિસ્પ્લે લગાવવામાં આવી છે. આ ડિસ્પ્લે પેપર જેવો એક્સપીરિયન્સ આપે છે. કલાક સુધી વાપરવા છતાં આંખો પર જોર નથી પડતુ.
ફોટોગ્રાફી માટે iPhone SE 2020માં 12 એમપી સિંગર કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે ƒ/1.8 અપર્ચર સાથે છે. આમાં 7એમપી ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનનો રિયર કેમેરો 5X ડિઝીટલ ઝૂમ વાળો છે.
આઇફોનમાં Apple A13 Bionic પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ પ્રૉસેસર iPhone 11 પણ આપવામાં આવ્યુ હતુ. આ ફોન iOS 13 પર કામ કરે છે.આમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હૉમ બટનની સાથે આપવામાં આવ્યુ છે. આ ફોન વાયરલેસ ચાર્જિંગ ફિચરને સપોર્ટ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion