ટ્વીટર પર આવ્યુ કમાલનુ ફિચર, iOS યૂઝર્સ એપના કેમેરાથી બનાવી શકશે GIF, આ છે પ્રૉસેસ..........
આ નવા ફિચરની ખાસ વાત છે કે તમે વિના કોઇ લાંબા વીડિયો અપલૉડ કરે નાની ક્લિપ શેર કરી શકો છો. જાણો તમે કઇ રીતે બનાવી શકો છો ટ્વીટર પર GIF.
નવી દિલ્હીઃ માઇક્રૉ બ્લૉગિંગ સાઇટ ટ્વીટર અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની જેમ સતત ખુદને અપડેટ કરી રહ્યું છે, તાજેતરમાં જ ટ્વીટરે આઇઓએસ એપ યૂઝર્સ માટે એક નવુ ફિચર લઇને આવ્યુ છે. આ ફિચરન અંતર્ગત તમે ઇન-એપ કેમેરાથી જીઆઇએફ બનાવી શકો છો. આ નવા ફિચરની ખાસ વાત છે કે તમે વિના કોઇ લાંબા વીડિયો અપલૉડ કરે નાની ક્લિપ શેર કરી શકો છો. જાણો તમે કઇ રીતે બનાવી શકો છો ટ્વીટર પર GIF.
આ છે GIF બનાવવાની રીત -
જો તમે પણ ટ્વીટર પર આ ફિચરનો યૂઝ કરવા માંગો છો, તો નીચે બતાવેલી ટિપ્સને ફોલો કરો.
સૌથી પહેલા પોતાના આઇઓએસ મોબાઇલમાં ટ્વીટરને ખોલો.
આ પછી નવુ ટ્વીટ કરવા માટે આપવામાં આવેલા ઓપ્શન પર ક્લિક કરો.
આ પછી ફોટો આઇકૉન પર ક્લિક કરી દો.
હવે ફોટા માટે કેમેરા આઇકૉન પર ક્લિક કરવુ પડશે. આ પછી GIF મૉડ પર રહીને રેકોર્ડ બટનને પ્રેસ કરો.
હવે GIF બનાવા લાગશે.
જોકે, તમે આને ડાઉનલૉડ કરીને બાકી GIFની જેમ આને શેર કરવા માટે યૂઝ નહીં કરી શકો.
તમે જ્યારે ટ્વીટર પર રાઇટ ક્લિક કરો છો, તો GIF લિન્ક કૉપી કરવાનો ઓપ્શન આપશે.
આ વાતને ધ્યાનમાં રાખો કે આ ફિચર હજુ માત્ર આઇઓએસ પર જ ઉપલબ્ધ છે.
જલદી એન્ડ્રોઇડ પર પણ આવશે આ ફિચર -
આ ફિચરના એન્ડ્રોઇડ પર લૉન્ચિંગને લઇને જ્યારે કંપની મેનેજમેન્ટને પુછવામાં આવ્યુ તો, તેમને બતાવ્યુ કે, આ એન્ડ્રોઇડ પર ક્યારે આવશે. આને લઇને હજુ ડેટ ફિક્સ નથી કરી, પરંતુ એ નક્કી છે કે આ એન્ડ્રોઇડ પર રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો.......
ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ
કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા
હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે