આજથી હંમેશા માટે બંધ થઇ રહી છે Googleની આ ખાસ સર્વિસ, જાણો શું છે કારણ
Googleએ જાહેરાત કરી કે તે Google ટૉકને પુરેપુરી રીતે બંધ કરી રહ્યું છે, અને આ હવે થર્ડ પાર્ટી એપ્સને સપોર્ટ નહીં કરે,
GoogleTalks Shutting Down: ગૂગલે જ્યારે 2005માં GoogleTalksને લૉન્ચ કર્યુ હતુ તો તે સમયે આની સીધી ટક્કર સ્કાઇપ અને MSNની સાથે હતી, કંપનીએ આમાં વૉઇસ અને વીડિયો કૉલ ફિચર આપ્યુ હતુ. જેમાં શરૂમાં જીમેઇલ કૉન્ટેક્ટ્સની વચ્ચે તરત જ વાતચીત માટે ડિઝાઇન કરવામાં આવી હતી. હવે ગૂગલે પોતાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ ગૂગલ ટૉક હેન્ગઆઉટને બંધ કરવાનુ એલાન કરી દીધુ છે. 16 જૂન 2022 થી આ સર્વિસને પુરેપુરી રીતે બંધ કરવામાં આવી રહી છે
2017 માં આપી હતી સલાહ -
આ સર્વિસ ઘણા સમય સુધી પૉપ્યૂલર રહી, પરંતુ ત્યારબાદ કંપનીએ 2017માં લોકોને ગૂગલ હેન્ગઆઉટ પર શિફ્ટ થવાની સલાહ આપી હતી. કંપનીએ એક બ્લૉગપૉસ્ટમાં કહ્યું- અમે ગૂગલ ટૉકને બંધ કરી રહ્યાં છીએ, 16 જૂન 2022 એ અમે પિજિન અને ગાજિમ સહિત થર્ડ પાર્ટી એપ્સ માટે પોતાનો સપોર્ટ સમાપ્ત કરી દેશું, જેમ કે અમે 2017માં જાહેરાત કરી હતી.
એન્ડ્રોઇડ પોલીસ રિપોર્ટ દ્વારા આ સૂચના મળી છે કે આ સર્વિસને 2005 માં લૉન્ચ કરવામાં આવી હતી, પછી GTalk ખૂબ સમયથી ઠપ પડી ગઇ, લોકોએ આનો ઉપયોગ કરવાનો લગભગ બંધ જ કરી દીધો છે. પછી થોડાક વર્ષો પહેલા 2017 માં યૂઝર્સને કહેવામાં આવ્યુ હતુ કે તે ગૂગલ હેન્ગઆઉટમાં શિફ્ટ થઇ જાય, પરંતુ આ બધા પછી એ રિપોર્ટ સામે આવ્યો કે આ GTalkને થર્ડ પાર્ટી એપ દ્વારા Pidgim અને Gajim જેવી સર્વિસ પર એક્સેસ કરવામાં આવી રહ્યો હતો, પછી હવે ગૂગલે 16 જૂન 2022 માં આ સર્વિસને પુરેપુરી રીતે બંધ કરવાનો ફેંસલો લઇ લીધો છે.
Googleએ જાહેરાત કરી કે તે Google ટૉકને પુરેપુરી રીતે બંધ કરી રહ્યું છે, અને આ હવે થર્ડ પાર્ટી એપ્સને સપોર્ટ નહીં કરે, 16 જૂન બાદ, જો કોઇ આ સર્વિસમાં સાઇન ઇન કરવાની કોશિશ કરશે તો તેને Error દેખાશે.
આ પણ વાંચો.....
Kalasarpa Dosha Nivarana:કાળસર્પ યોગના કારણે થાય છે આ નુકસાન, નિવારણ માટે કરો આ વિધાન
India Corona Cases Today: ભારતમાં કોરોનાની રોકેટ ગતિ, 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી
PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે
Weight Loss With Curry Leaves:ઝડપથી વજન ઘટાડવા માટે અસરદાર છે લીમડાના પાન, આ રીતે કરો સેવન