Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Technology: સ્માર્ટ ટીવી મનોરંજનનો ઉત્તમ અનુભવ પૂરો પાડે છે, પરંતુ તેને સાફ કરતી વખતે ઘણી સાવચેતીઓ રાખવાની જરૂર છે. થોડી બેદરકારી મોટું નુકસાન પહોંચાડી શકે છે.

Technology: OTT પ્લેટફોર્મના આગમન પછી, મોટી સંખ્યામાં લોકો સિનેમા હોલમાં જઈને ફિલ્મો જોવાને બદલે ઘરે જ ફિલ્મો અને વેબ સિરીઝનો આનંદ માણવા લાગ્યા છે. આ કારણે, આજકાલ સ્માર્ટ ટીવી ખરીદનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. મોટી સ્ક્રીનવાળા સ્માર્ટ ટીવી મનોરંજનનો ઉત્તમ અનુભવ પૂરો પાડે છે, પરંતુ તેમને કાળજીપૂર્વક જાળવણીની પણ જરૂર પડે છે. ઘણીવાર આપણે ઉતાવળમાં કે વધુ સારી રીતે ટીવીની સ્ક્રીનને સાફ કરવા માટે કેટલી ભૂલો કરતા હોઈએ છીએ. જેનાથી ટીવીની સ્કીન ખરાબ થઈ શકે છે. નોંધનિય છે કે, તમારેે સ્ક્રીન સાફ કરતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ કરવામાં ન આવે તો, મોટું નુકસાન થઈ શકે છે અને ટીવી બદલવાની પણ જરૂર પડી શકે છે. તો ચાલો જોઈએ કઈ કઈ વસ્તુ છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ.
ફક્ત માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો
સ્માર્ટ ટીવી કે કોઈપણ પ્રકારની સ્ક્રીન સાફ કરવા માટે હંમેશા માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો. આના કારણે, સ્ક્રીન સારી રીતે સાફ થાય છે અને સ્ક્રેચ થવાનો ડર રહેતો નથી. ઘણા લોકો ટુવાલ જેવા જાડા કાપડનો ઉપયોગ કરે છે, આ સ્ક્રીનને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, આ ભૂલ ટાળવી જોઈએ. જો ટીવી ચાલુ હોય, તો ભીના કપડાનો ઉપયોગ પણ ટાળવો જોઈએ.
સોલ્યૂશન પણ નુકસાન પહોંચાડશે
આજકાલ, બજારમાં ઘણા પ્રકારના સોલ્યૂશન ઉપલબ્ધ છે, પરંતુ તેનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. કેટલાક લોકો વધુ બ્રાઇટનેસ મેળવવા માટે મજબૂત સોલ્યુશનનો ઉપયોગ કરે છે, જે સ્ક્રીનને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત, સફાઈ કરતી વખતે, ક્યારેય પણ કોઈપણ પ્રકારનું દ્રાવણ સીધું સ્ક્રીન પર રેડશો નહીં. આ સ્ક્રીન પર છાપ છોડી શકે છે.
સ્ક્રીન પર દબાણ ન કરો
ઘણા લોકો સ્ક્રીનને સારી રીતે સાફ કરવા માટે દબાણ કરે છે. ભૂલથી પણ આ ભૂલ ન કરો. દબાણ કરવાથી સ્ક્રીનને નુકસાન થઈ શકે છે. આના કારણે, ફક્ત સ્ક્રીન જ નહીં પરંતુ આંતરિક ભાગોને પણ નુકસાન થઈ શકે છે. જો સ્ક્રીન ખરાબ થઈ જશે અને ખર્ચો વધી જશ . જેથી તમારે નવું ટીવી ખરીદવું પડી શકે છે. તેથી હંમેશા દબાણ કર્યા વિના સ્ક્રીન સાફ કરો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
