શોધખોળ કરો
Advertisement
VIP મોબાઇલ નંબર લેવો હોય તો આ રીતે મેળવી શકો છો આસાનીથી, જાણો પ્રૉસેસ
તમે પણ તમારો મન ગમતો કે ફેન્સી નંબર મેળવવા માંગતા હોય તો તે આસાનીથી મેળવી શકો છો. આ માટે એક પ્રૉસેસ કરવાની હોય છે જે તમને અમે બતાવી રહ્યા છીએ
નવી દિલ્હીઃ સ્માર્ટફોન યૂઝર્સમાં કેટલાક લોકો એવા હોય છે, જે પોતાનો ફોન નંબર એક ખાસ આંકડા સાથે જોડીને રાખે છે, એટલે કે કેટલાકને નંબર સાથે ખુબ લેવાદેવા હોય છે. જો તમે પણ તમારો મન ગમતો કે ફેન્સી નંબર મેળવવા માંગતા હોય તો તે આસાનીથી મેળવી શકો છો. આ માટે એક પ્રૉસેસ કરવાની હોય છે જે તમને અમે બતાવી રહ્યા છીએ.
ફેન્સી નંબર મેળવવા માટે શું કરવુ....
ફેન્સી કે પછી વીઆઇપી નંબર માટે એપ્લાય કરવુ પડે છે.
આ એપ્લાય કરવા માટે સૌથી પહેલા ગૂગલ પર જઇને BSNL Choise Number (ઉદાહરણ માટે) સર્ચ કરવુ પડશે. આ પછી એક સૌથી ઉપર આપેલી વેબસાઇટ CYMN પર ક્લિક કરવાનુ છે.
આને ઓપન કરતા જ એક વિન્ડો ખુલશે જેમાં અલગ અલગ ઝૉન પ્રમાણે સ્ટેટ આપવામા આવ્યા છે. તમે જે સ્ટેટમાં રહો છો તેને સિલેક્ટ કરો. સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ એક પેજ ખુલશે. આમાં આપેલા સ્લાઇડરને સ્લાઇડ કરીને પેજને અનલૉક કરી શકો છો.
પેજ અનલૉક થતાં જ થોડાક ફોન નંબર તમારી સામે આવી જશે, આમાં બે પ્રકારના નંબર આપવામાં આવેલા છે, એક સિમ્પલ અને એક વીઆઇપી નંબર.
હવે તમારે ફેન્સી નંબર પર ક્લિક કરવુ પડશે. આના પર ક્લિક કરતાં જ તમારી સામે એક નવુ ટેબલ આવશે. આમાં એક Costના નામનુ ઓપ્શન પણ આપવામાં આવેલુ છે.
આ નંબરને ખરીદવા માટે તમારે કિંમત ચૂકવવી પડશે, આ નંબરની કિંમત સામે લખેલી હશે. આમાં તમે મનપસદ ડિજીટનો નંબર સર્ચ પણ કરી શકો છો. આ માટે કન્ટેન્સમા જઇને સર્ચ કરી શકો છે. આ ઉપરાંત સર્ચ બાય સીરીઝના ઓપ્શન અંતર્ગત પણ નંબર સર્ચ કરી શકો છે.
હવે જે નંબર તમારે ખરીદવો છે તેને સિલેક્ટ કરો. હવે તમારે ઉપર આપેલા રિઝર્વ નંબર ઓપ્શન પર ક્લિક કરવુ પડશે. આટલુ કર્યા પછી એક ડાયલૉગ બૉક્સ ખુલશે. આમાં તમારે તમારો એક્ટિવ મોબાઇલ નંબર નાંખવો પડશે. નંબર નાંખતા જ તમારા ફોન પર એક પીન આવશે, તમારે આ પીન ત્યાં નાંખવાનો છે.
આટલુ કર્યા બાદ તમારો વીઆઇપી નંબર રિઝર્વ થઇ જશે, રિઝર્વ કર્યા બાદ Fill Application પર ક્લિક કરવુ પડશે.
આનાથી તમારી ડિટેલ સબમીટ કરીને ઓકે કરો, આ ઉપરાંત તમે કંપનીના નજીકના આઉટલેટ પર જઇને પણ ફોર્મ ભરી શકો છો. આની સાથે કંપનીની ઓફિસ જઇને પણ રિઝર્વ નંબર અને અલ્ટરનેટ નંબર બતાવવો પડશે. ત્યારબાદ તમારો મનપસંદ નંબર તમને મળી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement