શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ફેસબુકે લોન્ચ કરી વધુ એક ગ્રુપ કોલિંગ એપ ‘કેચઅપ’, મળશે આ ખાસ ફીચર
Catch-Up દ્વારા 8 યૂઝર્સ ગ્રુપમાં વીડિયો કોલ કરી શકે છે.ફેસબુક મેસેન્જર પર 50 લોકો એકસાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા કંપની ફેસબુકે કેચ-અપ નામની બીજી કોલિંગ એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશન દ્વારા, 8 યૂઝર્સ એક સમયે એક સાથે વિડિયો કોલ કરી શકે છે. ફેસબુકની નવી પ્રોડક્ટ એક્સપરિમેન્ટ ટીમ દ્વારા કેચઅપ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તે વપરાશકર્તાઓને અગાઉથી જાણ કરે છે કે અન્ય વપરાશકર્તાઓ વિડિયો કોલ માટે ઉપલબ્ધ છે કે નહીં.
સાથે જ આ એપમાં લોગ-ઇન કરવા માટે ફેસબુક એકાઉન્ટની જરૂરત પડતી નથી. તે સિવાય આ એપ યૂઝર્સને કોલ્સ મર્જ કરવાની સુવિધા પ્રદાન કરે છે. પની હાલ અમેરિકામાં એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઇસ પર ટેસ્ટિંગ કરી રહી છે. કેચઅપ એપ આઈઓએસ યુઝર માટે એપ સ્ટોર પર અવેલેબલ છે.
વિડિયો કોલ કરવા માટે યૂઝર્સે એપ્લિકેશન ખોલવી પડશે. આ પછી કોલના ઓપ્શન પર જાઓ અને તમારી સંપર્ક સૂચિમાંથી અન્ય યૂઝર્સને પસંદ કરો. તે પછી, તમે ક્રીએટ કોલ પર ક્લિક કરીને વિડિયો કોલ કરી શકો છો.
Catch-Up દ્વારા 8 યૂઝર્સ ગ્રુપમાં વીડિયો કોલ કરી શકે છે. આ એપ્લિકેશન વપરાશકર્તાઓને અગાઉથી જાણ કરે છે કે અન્ય યૂઝર્સ વીડિયો કોલ માટે ઉપલબ્ધ છે કે નહીં તે સિવાય આ એપ યૂઝર્સને કોલ્સ મર્જ કરવાની સુવિધા પ્રદાન કરે છે.
ફેસબુક મેસેન્જર પર 50 લોકો એકસાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે. ફેસબુકે આ ફીચર એપ્રિલ મહિનામાં લોન્ચ કર્યું હતું, હાલ યુઝર આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. મેસેન્જર રૂમ વીડિયો કોલિંગમાં કોઈ પણ યુઝર ઇનવાઈટ લિંકની મદદથી વીડિયો કોલમાં જોડાઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion