શોધખોળ કરો
Advertisement
TikTokની જેમ શોર્ટ વીડિયો માટે ફિચર લાવી રહ્યું છે Facebook, આ રીતે કરી શકાશે યૂઝ
ફેસબુક ટિકટૉકની જેમ શોર્ટ વીડિયો ફિચર લાવવા પર કામ કરી રહ્યું છે. આ માટે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એપમાં આ ફિચર માટે અલગથી સેક્શન આપવામાં આવશે, જેમાં એક ક્રિએટ બટન હશે
નવી દિલ્હીઃ ભારતમાં ટિકટૉકના લાખો દિવાના હતા, પરંતુ કેન્દ્ર સરકારના આદેશ બાદ આ એપને ભારતમાં બેન કરી દેવાઇ છે. હવે આ એપના યૂઝ પર રોક લાગતા લાખો યૂઝર્સ આનો ઓપ્શન શોધી રહ્યાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને હવે ફેસબુક ટિકટૉકની જેમ શોર્ટ વીડિયો ફિચર લાવવા પર કામ કરી રહ્યું છે. આ માટે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એપમાં આ ફિચર માટે અલગથી સેક્શન આપવામાં આવશે, જેમાં એક ક્રિએટ બટન હશે.
આ રીતે કરી શકાશે યૂઝ
ફેસબુક એપમાં યૂઝર્સ જેવો ક્રિએટ બટન પર ક્લિક કરશે તો ફેસબુક એપનો કેમેરા ઓન થઇ જશે, જેનાથી વીડિયો શૂટ કરી શકાશે. વીડિયો ક્રિએટ કરવા ઉપરાંત તમે બીજા યૂઝર્સના વીડિયો પણ જોઇ શકશો. ફેસબુક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે આજકાલ શોર્ટ વીડિયો ખુબ પૉપ્યૂલર છે. આને ધ્યાનમાં રાખીને અમે આ ફિચર લાવવાનો નિર્ણય કર્યો છે.
ફેસબુક પહેલા પણ લઇને આવ્યુ હતુ આવી એપ....
ઉલ્લેખનીય છે કે, ચીન સીમા વિવાદ બાદ સરકારે ટિકટૉકને ભારતમાં પ્રતિબંધિત કરી દીધી હતી. ટિકટૉક ભારતમાં ખુબ લોકપ્રિય હતી અને ફેસબુકને પણ ભારતમાં લાખો યૂઝર્સ છે, એટલા માટે કંપની આ ફિચર લઇને આવી રહી છે. આમાં પહેલા પણ ફેસબુકે શોર્ટ વીડિયો એપ લાસો (Lasso) લૉન્ચ કરી હતી. જોકે, આ વધુ પૉપ્યૂલર ના થઇ શકી અને બાદમાં તેને બંધ કરવી પડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement