શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ફેસબુકથી Google Photos પર ટ્રાન્સફર કરી શકશો ફોટો અને વીડિયો
ફેસબુક ડેટા ટ્રાન્સફર પ્રોડક્ટ એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ટ્વિટરની સાથે મળીને યુઝર્સને પોતાના ડેટા ઓનલાઇન સર્વિસિઝ વચ્ચે ટ્રાન્સફર કરવાનો એક સામાન્ય રીત ઉપલબ્ધ કરાવશે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા કંપની ફેસબુક પોતાના યુઝર્સ માટે એક નવું ટૂલ લઇને આવ્યું છે. જેની મદદથી યુઝર્સ પોતાના ફોટો અને વીડિયો Google Photos પર ટ્રાન્સફર કરી શકશો. ફેસબુકે આ નવું ફિચર આયરલેન્ડમાં રોલઆઉટ કરી દીધું છે અને આગામી વર્ષે તે ગ્લોબલી તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. આ ટૂલ ગયા વર્ષે ફેસબુક તરફથી એનાઉન્સ કરવામાં આવેલા ડેટા ટ્રાન્સફર પ્રોજેક્ટનો એક હિસ્સો છે. ફેસબુક ડેટા ટ્રાન્સફર પ્રોડક્ટ એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ટ્વિટરની સાથે મળીને યુઝર્સને પોતાના ડેટા ઓનલાઇન સર્વિસિઝ વચ્ચે ટ્રાન્સફર કરવાનો એક સામાન્ય રીત ઉપલબ્ધ કરાવશે.
ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે આ પ્રોજેક્ટનો હેતું યુઝર્સ માટે અલગ અલગ અને તમામ સાઇઝની સર્વિસિઝ વચ્ચે સુરક્ષિત રીતે એક સર્વિસથી બીજી સર્વિસમાં ડેટા ટ્રાન્સફર કરાવવાનો છે જેનાથી આ સર્વિસનો ઉપયોગ કરનારાઓનો ડેટા પોર્ટેબલ થઇ જશે.
ડેટા ટ્રાન્સફર પ્રોજેક્ટ એક ઓપન સોર્સ પ્લેટફોર્મ હશે જેની મદદથી ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડર્સ પોતાની જરૂરિયાત અનુસાર ડેટા ટ્રાન્સફર કરી શકશે. આ પ્રોજેક્ટ ઓપન સોર્સ લાઇબ્રેરીની મદદથી કોઇ પણ સર્વિસ માટે ઉપલબ્ધ રહેશે જે યુઝર્સના સ્થાને ડાયરેક્ટ ડેટા ટ્રાન્સફર કરવા માંગે છે. આ પ્રકારની તમામ કંપનીઓએ પોતાની અલગ સિસ્ટમ તૈયાર નહી કરવી પડે અને આ ઓપન સોર્સ ફ્રેમવર્ક તમામ સર્વિસનો ઉપયોગ કરી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion