શોધખોળ કરો
Advertisement
ભારતમાં આવી ગજબની પાવરબેન્ક, સ્માર્ટફોનની સાથે સાથે લેપટૉપને પણ કરે છે ચાર્જ, શું છે કિંમત ને ક્યાંથી મળશે, જાણો વિગતે
ખાસ વાત છે કે આ પાવરબેન્ક C પોર્ટ બેઝ્ડ લેપટૉપને આસાનીથી ચાર્જ કરી શકે છે. કનેક્ટિવિટી માટે આમાં C ટાઇપ કનેક્ટર આપવામાં આવ્યુ છે. આની સાથે આમાં 4 ફૂટ લાંબો વાયર પણ મળી રહ્યો છે
નવી દિલ્હીઃ સ્માર્ટફોનના વધતા ઉપયોગની સાથે સાથે હવે આજકાલ પાવરેબન્કની ડિમાન્ડ પણ વધી ગઇ છે. માર્કેટમાં આમ તો પાવરબેન્ક ઘણાબધા ઓપ્શન અવેલેબલ છે. પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ પાવરબેન્કે માર્કેટમાં એન્ટ્રી કરી લીધી છે. ખાસ વાત એ છે કે આ પાવરબેન્ક સ્માર્ટફોનની સાથે સાથે લેપટૉપને પણ આસાનીથી ચાર્જ કરી શકે છે, અને આ ભારતીય કંપનીએ બનાવી છે.
20000 mAhની છે કેપેસિટી....
મોબિલિટી પ્રૉડક્ટ્સ નિર્માતા કંપની EVMએ પોતાની Enlappower પાવરબેન્ક માર્કેટમાં લૉન્ચ કરી દીધી છે. આ પાવરબેન્કની કેપેસિટી 20000 mAhની છે.
ખાસ વાત છે કે આ પાવરબેન્ક C પોર્ટ બેઝ્ડ લેપટૉપને આસાનીથી ચાર્જ કરી શકે છે. કનેક્ટિવિટી માટે આમાં C ટાઇપ કનેક્ટર આપવામાં આવ્યુ છે. આની સાથે આમાં 4 ફૂટ લાંબો વાયર પણ મળી રહ્યો છે. આ પાવરબેન્કની બૉડી મેટલની છે. Enlappower પાવરબેન્કની કિંમત 9,999 રૂપિયા છે, અને આના પર 3 વર્ષની વૉરંટી મળી રહી છે. બહુ જલ્દી આ વિજય સેલ્સ પણ અવેબલે થશે.
આ પાવરબેન્ક મેકબુક, iPad, ડેલ, એચપી, લેનોવો, LG ગ્રામ, આસુસ જેનબુક અને તમામ સ્માર્ટફોનને પણ ચાર્જ કરી શકશે. લેપટૉપની બેટરી હંમેશા વધારે બેકઅપ નથી આપતી. આવામાં આ ડિવાઇસ ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.
ફાઇલ તસવીર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement