શોધખોળ કરો
Advertisement
Google નવી ટેકનોલૉજી સાથે આ હાઇટેક ફોન 3જી ઓગસ્ટે કરશે લૉન્ચ, જાણો શું હશે કિંમત
રિપોર્ટ છે કે કંપની આ ફોનમાં નવી ટેકનોલૉજી સાથે આવી શકે છે. ફોનમાં કંપની સ્નેપડ્રેગન 730 પ્રૉસેસર આપી શકે છે. જોકે, હજુ સુધી આના વિશે કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી ટેક દિગ્ગજ ગૂગલ આગામી દિવસોમાં પોતાનો દમદાર ફોન લૉન્ચ કરવા જઇ રહી છે. ગૂગલ પોતાની પિક્સલ સીરીઝનો નવો ફોન ગૂગલ Pixel 4a 3જી ઓગસ્ટે લૉન્ચ કરશે. રિપોર્ટ છે કે કંપની આ ફોનમાં નવી ટેકનોલૉજી સાથે આવી શકે છે. ફોનમાં કંપની સ્નેપડ્રેગન 730 પ્રૉસેસર આપી શકે છે. જોકે, હજુ સુધી આના વિશે કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી.
શું હશે નવા ફિચર્સ....
માનવામાં આવી રહ્યું છે કે, ગૂગલ Pixel 4a માં 5.8 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે મળી શકે છે. આ ડિસ્પ્લે વિશે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી નથી મળી. માનવામાં આવે છે કે બેસ્ટ પરફોર્મન્સ માટે આમાં ક્વૉલકૉમનુ સ્નેપડ્રેગન 730 પ્રૉસેસર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત આમાં 6જીબી રેમ અને 128જીબીનુ સ્ટૉરેજની સુવિધા મળશે. તાજેતરમાં જ આ ફોનને ગૂગલના કેનેડા સ્ટૉર પર મુક્યો હતો, જે પ્રમાણે આ પંચહૉલ ડિસ્પ્લેની સાથે આવશે.
આજકાલ ટેક કંપનીઓ પોતાના સ્માર્ટફોનમાં ક્વૉયર શેપ વળા કેમેરા સેટઅપ આપી રહી છે, અને ગૂગલ Pixel 4a ના રિયર પેનલ પર ક્વૉયર શેપમાં કેમેરા સેટઅપ મળશે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.
શું હશે કિંમત....
સોર્સ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવા ગૂગલ Pixel 4a ની કિંમત 22 હજાર રૂપિયાથી લઇને 26 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે. આ ફોન 64GB+128GB અને 6GB+64GB સ્ટૉરેજ સાથે આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement