(Source: ECI/ABP News/ABP Majha)
માણસો બાદ હવે આ કંપનીએ Robotsને પણ નોકરીમાંથી કાઢી મુક્યા, આપ્યું આ કારણ?
આલ્ફાબેટે રોબોટિક્સ પ્રોજેક્ટ શરૂ કર્યો, જેમાં 100 થી વધુ રોબોટ્સ પર 200 થી વધુ લોકો કામ કરતા હતા
ગૂગલ હવે માણસો પછી રોબોટ્સને નોકરીમાંથી કાઢી રહ્યું છે. અહેવાલો અનુસાર, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે તેનો એક એક્સપેરિમેન્ટલ વિભાગ બંધ કરી દીધો છે જેમાં રોજિંદા કામ માટે રોબોટ્સ રાખવામાં આવતા હતા.
કંપનીએ તેની પાછળનું કારણ પૈસાની અછત હોવાનું જણાવ્યું છે. આલ્ફાબેટે રોબોટિક્સ પ્રોજેક્ટ શરૂ કર્યો, જેમાં 100 થી વધુ રોબોટ્સ પર 200 થી વધુ લોકો કામ કરતા હતા. આ રોબોટ્સ ઓફિસના કાફેટેરિયા, ડસ્ટબીનની સફાઈ અને અન્ય કામ માટે રાખવામાં આવ્યા હતા. કોરોના સમયગાળા દરમિયાન, કંપનીએ આ રોબોટ્સ દ્વારા કોન્ફરન્સ રૂમની સફાઈ અને અન્ય કાર્યો પણ કર્યા હતા.
કારણ ઊંચી કિંમત છે
આલ્ફાબેટે જણાવ્યું કે રોબોટની કિંમત ઘણી વધારે છે. ઉપરાંત, કંપની રોબોટનું સંચાલન કરતા નિષ્ણાતો પર ઘણા પૈસા ખર્ચી રહી હતી. કારણ કે કંપનીના ખર્ચા વધુ હતા અને કમાણી ઘટી રહી હતી, આ કારણે આલ્ફાબેટે રોબોટિક્સ પ્રોજેક્ટને સમાપ્ત કરીને આ રોબોટ્સને બરતરફ કર્યા છે. જો કે આમાંથી કેટલાક રોબોટ્સ કંપની દ્વારા ગૂગલ રિસર્ચ ટીમ માટે રાખવામાં આવ્યા છે.
એક તરફ જ્યાં દુનિયા ટેક્નોલોજી અને રોબોટ પર નિર્ભર બની રહી છે, તો બીજી તરફ રોબોટ્સને નોકરીમાંથી હટાવવી એ જણાવે છે કે મોટી કંપનીઓ કેવી આર્થિક મંદીમાંથી પસાર થઈ રહી છે. ભલે આલ્ફાબેટે કેટલાક રોબોટ્સને બરતરફ કર્યા હોય, પરંતુ આવનારા સમયમાં રોબોટ્સ ઈન્ડસ્ટ્રીમાં મહત્વની ભૂમિકા ભજવવાના છે.
રોબોટ્સ 40 ટકા ઘરનાં કામ કરશે - રિપોર્ટ
બીજી તરફ, સાયન્ટિફિક જનરલ પ્લસ વનમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આગામી 10 વર્ષમાં ઘરેલુ રોબોટ્સ પર નિર્ભરતા વધશે અને લગભગ 39 ટકા કામ રોબોટ્સ કરશે. આ સાથે રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી 5 વર્ષમાં 27 ટકા ઓટોમેશન જોવા મળશે.
Layoff: વધુ એક મોટી છટ્ટણી, હવે આ ટેક કંપની દુનિયાભરમાં પોતાના 8500ને છુટા કરશે, જાણો
Ericsson Layoff: ટેલિકૉમ હાર્ડવેર બનાવનારી કંપની એરિક્સને હવે છટ્ટણીનો ફેંસલો કર્યો છે. કંપની પોતાના ખર્ચમાં કાપ મુકવા માટે દુનિયાભરમાંથી 8500 કર્મચારીઓની છટ્ટણી કરશે. કંપનીએ આ બાબત કર્મચારીઓને મેમો આપીને કરી છે.
એરિક્સને આ અઠવાડિયે સોમવારે સ્વીડનમાં 1400 કર્મચારીઓની છટ્ટણીનું એલાન કર્યુ હતુ, પરંતુ તેના થોડાક જ દિવસો બાદ કંપનીએ દુનિયાભરમાં 8500 કર્મચારીઓની છટ્ટણી કરવાનો ફેંસલો કર્યો છે. કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ બૉર્ઝે એકહૉલ્મે કર્મચારીઓને મોકલેલા મેમોમાં લખ્યુ છે કે, કર્મચારીઓની છટ્ટણી તે દેશના પ્રેક્ટિસના આધાર પર કરવામાં આવશે, અને અલગ અલગ દેશોમાં આની રીત અલગ હશે. તેમને બતાવ્યુ કે, કેટલાય દેશોમાં લોકોની છટ્ટણીની જાણકારી પહેલાથી આપી દેવામાં આવી છે.
તાજેતરમાં જ વૈશ્વિક આર્થિક સંકટને ધ્યાનમાં રાખતા કેટલીય ટેકનોલૉજી કંપનીઓએ હજારોની સંખ્યામાં કર્મચારીઓની છટ્ટણી કરી છે અને ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીની આ સૌથી મોટી છટ્ટણી હશે. કંપનીએ ત્રિમાસિક માટે પરિણામ જાહેર કર્યુ હતુ, તે આશાઓથી ઓછુ હતુ, અમેરિકા સહિત આખા રિઝનમાં પણ 5જી ઇક્વીપમેન્ટની માંગમાં કમી આવી છે.
ટેલિકૉમ ઇક્વીપમેન્ટની માંગમાં કમીના કારણે કંપનીએ 2023 ના છેલ્લે સુધી 880 મિલિયન ડૉલર સુધી ખર્ચ ઘટાડવાનો ફેંસલો કર્યો છે. કંપનીએ સ્પષ્ટ કર્યુ છે કે, છટ્ટણી દ્વારા કંપની ખર્ચમાં કાપ મુકશે. કંપનીએ પહેલા પણ સંકેત આપી દીધા હતા કન્સટલ્ટન્ટની સંખ્યામાં કમી, રિયલ એસ્ટેટથી લઇને છટ્ટણી દ્વારા કંપની પોતાની કૉસ્ટમાં કાપ કરશે