Apple iPhone 14 Pro: Apple iPhone 14 Proમાં હોઇ શકે છે આ નવા ફિચર, ફોનનો વીડિયો થયો લીક
વીડિયોમાં ફોનની નવી ડિટેલ બતાવવામાં આવી રહી છે, જેમ આખો ફોન સિંગલ નૉચની ડિઝાઇનનો દેખાઇ રહ્યો છે, સાથે જ આઇફોન 14 પ્રૉમાં એક એવો ઓપ્શન પણ હોઇ શકે છે,
Apple iPhone 14: એપલ આઇફોન 14 ( Apple iPhone 14 )ની લૉન્ચિંગમાં માત્ર બે દિવસનો સમય બાકી બચ્યો છે, આ સીરીઝની લૉન્ચિંગ બે દિવસ બાદ એટલે કે 7 સપ્ટેમ્બરે થવાની છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નવા આઇફોનમાં સેટેલાઇન કનેક્ટિવિટીની સાથે સાથે વધુ સ્ટૉરેજ અને ઓલવેજ ઓન ડિસ્પ્લે જેવા ફિચર પણ હોઇ શકે છે, પરંતુ લૉન્ચિંગના ઠીક પહેલા વાયરલ થયેલા એક વીડિયોને આઇફોન 14નો બતાવામાં આવી રહ્યો છે. આ વીડિયો ચીની સોશ્યલ મીડિયા વીબો પર મળ્યો છે. વીડિયોમાં ફોનની નવી ડિટેલ બતાવવામાં આવી રહી છે, જેમ આખો ફોન સિંગલ નૉચની ડિઝાઇનનો દેખાઇ રહ્યો છે, સાથે જ આઇફોન 14 પ્રૉમાં એક એવો ઓપ્શન પણ હોઇ શકે છે, જેનાથી યૂઝર્સ હૉલ-પંચ અને યૂનિફાઇડ પિલ કટઆઉટ બન્ને સ્વિચ કરી શકશો, એટલે કે યૂઝર બે કટઆઉટની વચ્ચે ડિસ્પ્લે પર પિક્સલને બંધ કરવા માટે એક જ સિસ્ટમ હશે.
એવુ સાંભળવામાં આવી રહ્યું છે કે કંપનીએ એપલ 14 પ્રૉમાં નવી પ્રાઇવસી ઇન્ડિકેટર્સ માટે બે કટઆઉટની વચ્ચે જગ્યાનો ઉપયોગ કર્યો છે. જ્યારે કોઇ એપ એક્ટિવ રીતે સ્માર્ટફોનના માઇક્રોફોન કે કેમેરાનો ઉપયોગ કરે છે, તો તેને ટૉપ પર એક ગ્રીન લાઇટ દેખાતા આ ફિચરને યથાવત રાખી શકે છે, જેથી કંપનીને ડિસ્પ્લેના કૉર્નર વાળી જગ્યાને ઓછી કરવામાં આસાની રહેશે. આ ઉપરાંત યૂઝર્સને નવા કટઆઉટની આસપાસ ઓપ્શન સુધી પહોંચવા માટે કેમેરા એપ ઇન્ટરફેસ વધુ એક આસાન રીતે આપવામાં મદદ કરે છે.
Apple iPhone 14 Price: -
ટ્રેડ ફોર્સના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, iPhone 13ની સરખાણી આઇફોન 14ની કિંમતને ઓછી રાખવામાં આવી શકે છે, સાથે જ એપલની આ નવી સીરીઝમાં iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Maxને લૉન્ચ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો............
Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો
Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?
IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ
India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ
Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો
Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'