શોધખોળ કરો
Jio, Airtel અને BSNL ના સૌથી સસ્તા 4G રીચાર્જ વાઉચર, મળશે અનલિમિટેડ વેલિડિટી ડેટા
આજકાલ વધતા ઈન્ટરનેટના ઉપયોગને જોતા ટેલીકોમ કંપની તરફથી ઓછી કિંમતવાળા ડેટા પ્લાન ઓફર કરવામાં આવી રહ્યા છે.

આજકાલ વધતા ઈન્ટરનેટના ઉપયોગને જોતા ટેલીકોમ કંપની તરફથી ઓછી કિંમતવાળા ડેટા પ્લાન ઓફર કરવામાં આવી રહ્યા છે. તમે જરૂરીયાત મુજબ એક દિવસ માટે સસ્તો ડેટા પ્લાન પસંદ કરી શકો છો, અથવા અનલિમિટેડ વેલિડિટી વાળો કોઈ સસ્તો ઈન્ટરનેટ પ્લાન પણ લઈ શકો છો. આજે અમે તમને 11 રૂપિયાથી શરૂ થતા સૌથી સસ્તા 4જી ડેટા વાઉચરથી લઈ અલગ-અલગ કંપનીઓના સસ્તા ડેટા વાઉચર વિશે જણાવી રહ્યા છીએ.
રિલાયન્સ જિયોનું 11 રૂપિયાવાળું 4જી ડેટા વાઉચર
સૌથી સસ્તું ડેટા વાઉચર રિલાયન્સ જિયોનું છે. તમે 11 રૂપિયામાં વાઉચર ખરીદી શકો છો. જેમાં તમને 1 જીબી ડેટા મળે છે. ખાસ વાત એ છે કે તેમાં કોઈ વેલિડિટી નથી. આ તમારા હાલના પ્રીપેડ પ્લાનની વેલિડિટી સુધી કામ કરી શકે છે. 2જી ડેટા વાઉચર હોવાના કારણે તેમાં વોઈસ કોલ અથવા કોઈ અન્ય લાભ નથી મળતા.
એરટેલનું 48 રૂપિયાવાળું 4જી ડેટા વાઉચર
જો તમારે એક મહીના માટે ડેટા વાઉચર લેવાનું છે તો એરટેલનું સૌથી સસ્તું 48 રૂપિયાનું ડેટા વાઉચર તમે લઈ શકો છો. તેમાં 3 જીબી ડેટા અને 28 દિવસની વેલિડિટી મળે છે. 3 જીબી ડેટાને તમે 28 દિવસ ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં કોઈ વોઈસ કોલ અથવા તો અન્ય કોઈ ફાયદા નથી.
વોડાફોન-આઈડિયાનું 16 રૂપિયાનું 4જી ડેટા વાઉચર
વોડાફોન-આઈડિયાનું 16 રૂપિયાનું વાઉચર તમે લઈ શકો છો. જેમા તમને 24 કલાક વેલિડિટી મળે છે. આ ડેઈલી ડેટા એવા સમયે તમને કામ આવી શકે છે જ્યારે તમારો ડેટા ખત્મ થયો હોય. જેમાં તમને 1 જીબી ડેટા મળે છે.
બીએસએનએલનું મિની 16 4જી ડેટા વાઉચર
જો તમે બીએસએનએલના યૂઝર્સ છો તો તમે કંપનીનું મીની 16 નામવાળું ડેટા વાઉચર લઈ શકો છો. આ બીએસએનએલનું સૌથી સસ્તું ડેટા વાઉચર છે. તેમાં 24 દિવસની વેલિડિટી છે. કંપની 2 જીબી ડેટા આપે છે. અન્ય કોઈ ઓફર નથી.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement