150W વૉટની ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલૉજી સાથે વનપ્લસ લાવી રહ્યું છે આ સ્માર્ટફોન, iPhoneને આપશે ટક્કર, જુઓ લીક્સ
વનપ્સલે તાજેતમરમાં જ પોતાના નવા સ્માર્ટફોન Oneplus NOrd CE 2ને લૉન્ચ કર્યો હતો. હવે કંપની પોતાની નૉર્ડ સીરીઝમાં વધુ એક સ્માર્ટફોન લૉન્ચ કરવાનુ પ્લાનિંગ કરી રહી છે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન માર્કેટમાં હવે દરેક કંપનીઓ પોતાની હરીફ કંપનીને ટક્કર આપવા માટે નવા નવા અખતરા કરીને નવી નવી ટેકનોલૉજીનો સહારો લેવાનુ શરૂ કરી દીધુ છે. હવે કડીમાં ચીની કંપની વનપ્લસે એક ખાસ ચાર્જિંગ ટેકનોલૉજી લઇને આવી છે. વનપ્સલે તાજેતમરમાં જ પોતાના નવા સ્માર્ટફોન Oneplus NOrd CE 2ને લૉન્ચ કર્યો હતો. હવે કંપની પોતાની નૉર્ડ સીરીઝમાં વધુ એક સ્માર્ટફોન લૉન્ચ કરવાનુ પ્લાનિંગ કરી રહી છે.
કયો હશે ફોન અને શું છે નવી ચાર્જિંગ ટેકનોલૉજી-
રિપોર્ટ પ્રમાણે, આ સ્માર્ટફોન વનપ્લસ નૉર્ડ 3 હોઇ શકે છે. વનપ્લસ નૉર્ડ 3ને 150W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આ વર્ષની બીજી ત્રિમાસિકમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. નવો વનપ્લસ ફોન વનપ્લસ નૉર્ડ 2ની આગામી જનરેશન હોવાની આશા છે, જેને ગયા વર્ષે જુલાઇમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષના મૉડલમાં Warp Charge 65 (65W) ચાર્જિંગ ટેકનોલૉજી હતી જેને 30 મિનીટમાં બેટરી ઝીરોથી 100 ટકા સુધી ચાર્જ કરવા માટે રેટ કરવામાં આવ્યુ છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં MWCમાં, વનપ્લસની સિબલિંગ કંપની રીયલમીએ પોતાના 150W SuperVOOC ચાર્જિંગ સ્ટાન્ડર્ડની જાહેરાત કરી. જેના વિશે દાવો કરવામાં આવ્યો કે આ 15 મિનીટમાં 4,500mAhની બેટરી ફૂલ ચાર્જ કરી દે છે. Realme એ પોતાના 150W ચાર્જિંગના માપદંડને પણ રજૂ કર્યો જેને તે 150W UltraDart ચાર્જ કહે છે. રિપોર્ટ અનુસાર, વનપ્લસ નૉર્ડ 3 રીયલમી જીટી નિયો 3 પર બેઝ હોઇ શકે છે. જેને એમડબ્લ્યૂસી 2022માં કંપની 150W ચાર્જિંગ ટેકનોલૉજીની સાથે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ એક 5જી સ્માર્ટફોન હશે. સાથે જ આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે.
વનપ્લસે હજુ સુધી વનપ્લસ નૉર્ડ 3 વિશે કોઇપણ ડિટેલની પુષ્ટી નથી કરી, છતાં સ્માર્ટફોન નિર્માતાએ જુલાઇ 2020માં વનપ્લસ નૉર્ડના લૉન્ચ બાદથી વર્ષમાં એકવાર નવો નૉર્ડ ફ્લેગશિપ રજૂ કરવાનો રેકોર્ડ બનાવી રાખ્યો છે. છેલ્લા બે વર્ષમાં વનપ્લસના ઐતિહાસિક રિકોર્ડને જોતા વનપ્લસ નૉર્ડ 3 જુલાઇમાં આવી શકે છે.
આ પણ વાંચો.........
આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો
શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો
Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો