Realme GT 2 Master Explorer Edition લૉન્ચ, ફિચર્સને લઇને થયો મોટો ખુલાસો, જાણો
Realme એ છેવટે Realme GT 2 Master Explorer Editionને ચીનમાં લૉન્ચ કરી દીધો છે. આ ફોન બ્રાઉન, બ્લેક અને વ્હાઇટ કલરમાં માર્કેટમાં લૉન્ચ થયો છે.
Realme GT 2 Master Explorer Edition Launched: Realme એ છેવટે Realme GT 2 Master Explorer Editionને ચીનમાં લૉન્ચ કરી દીધો છે. આ ફોન બ્રાઉન, બ્લેક અને વ્હાઇટ કલરમાં માર્કેટમાં લૉન્ચ થયો છે. ઉલ્લેખનીય છે કે, આ સ્માર્ટફોન કંપનીની ગયા Realme GT Master Explorer Editionની બીજી એડિશન છે. કંપની પોતાના GT series માં Realme GT 2 અને Realme GT 2 Proને પહેલાથી જ લૉન્ચ કરી ચૂકી છે. અહીં અમે તમને આ શાનદાર સ્માર્ટફોનના ખાસ ફિચર્સ અને કિંમત વિશે માહિતી આપી રહ્યાં છીએ.
Realme GT 2 Master Explorer Edition ની Specifications -
કંપનીએ Realme GT 2 Master Explorer Edition ફોનમાં Qualcomm Snapdragon 8+ Gen 1 નુ ઓક્ટાકૉર પ્રૉસેસર આપ્યુ છે.
Realme GT 2 Master Explorer Edition ફોનની 6.7 ઇંચની સ્ક્રીનથી 1080 x 2412 પિક્સલના resolution પર Full HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે. આની સાથે જ આમાં 120 HZ નો રિફ્રેશ રેટ પણ છે.
Realme GT 2 Master Explorer Edition સ્માર્ટફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 50 MP નો મેન કેમેરો, 50 MP નો અલ્ટ્રા વાઇડ એન્ગલ અને 2 MP નો એક અન્ય કેમેરો ફ્લેશ લાઇટની સાથે આપવામાં આવ્યો છે, વળી ફોનમાં 16 MP નો ફ્રન્ટ કેમેરો છે.
Realme GT 2 Master Explorer Edition ફોનના 3 વેરિએન્ટ લૉન્ચ થયો છે. આમાં 8 GB રેમ + 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ, 8 GB રેમ + 256 GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 12 GB રેમ + 256 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિએન્ટ સામેલ છે.
Realme GT 2 Master Explorer Edition ફોન Android 12 પર આધારિત Realme UI 3.0 પર ચાલે છે.
Realme GT 2 Master Explorer Editionમાં 5,000 MAH ની બેટરી છે, આની સાથે જ આમાં 100 Wનું ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે.
Realmeનો આ સ્માર્ટફોન 5G નેટવર્કને સપોર્ટ કરે છે.
Realme GT 2 Master Explorer Editionની Price -
Realme GT 2 Master Explorer Edition ફોનમાં 8 GB રેમની સાથે 128 GB સ્ટૉરેજ મૉડલની કિંમત CNY 3,499 ભારતીય કરન્સીમાં લગભગ 41,378 રૂપિયા રાખવામાં આવી છે.
આના 8 GB રેમની સાથે 256 GB સ્ટૉરેજ મૉડલની કિંમત CNY 3,799 ભારતીય મુદ્રામાં લગભગ 44,925 રૂપિયા છે.
વળી, આના 12 GB રેમની સાથે 256 GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત CNY 3,999 ભારતીય મુદ્રામાં લગભગ 47,290 રૂપિયા છે.
આ પણ વાંચો........
Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત
Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત
Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?
Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય