શોધખોળ કરો
ભારત સરકાર ચીની એપ્સ બાદ હવે ચીની મોબાઇલ ફોનને બંધ કરવાની તૈયારીમાં? જાણો વિગતે
ટ્રાઇની ભલામણો અનુસાર હેન્ડસેટ કંપનીઓના કસ્ટમર્સના ડેટાની સુરક્ષાની જવાબદારી લેવી પડશે. ટ્રાઈએ 2018માં તેની ભલામણ કરી હતી. TRAI દ્વારા ડેટા પ્રાઈવસી સિક્યોરિટી, મિલ્કતને લઈને ભલામણ કરવામાં આવી હતી. ICAએ TRAIની ભલામણનો વિરોધ કર્યો

નવી દિલ્હીઃ સરકાર તરફથી ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચીની મોબાઇલ હેન્ડસેટ પર પણ રોક લગાવવામાં આવી શકે છે. સુત્રો અનુસાર ડિજીટલ કૉમ્યુનિકેશન કમિશન 19 સપ્ટેમ્બરે થનારી બેઠકમાં ડેટાની પ્રાઇવસી અને સિક્યૂરિટીની ભલામણને લીલી ઝંડી આપી શકે છે.
કંપનીઓની ડેટાની સુરક્ષા લેવી પડશે.....
ટ્રાઇની ભલામણો અનુસાર હેન્ડસેટ કંપનીઓના કસ્ટમર્સના ડેટાની સુરક્ષાની જવાબદારી લેવી પડશે. ટ્રાઈએ 2018માં તેની ભલામણ કરી હતી. TRAI દ્વારા ડેટા પ્રાઈવસી સિક્યોરિટી, મિલ્કતને લઈને ભલામણ કરવામાં આવી હતી. ICAએ TRAIની ભલામણનો વિરોધ કર્યો હતો. આ ભલામણમાં કહેવામાં આવ્યું હતું કે, એપ્સ, ઓપરેટિંગ સિસ્ટમ, મોબાઈલ હેન્ડસેટના ગ્રાહકોના ડેટાની સુરક્ષા કરવી પડશે. કંપનીઓએ પોતાના સર્વર ભારતમાં લગાવવું પડશે. ભારતના 74 ટકા માર્કેટ પર ચાઈનીઝ હેન્ડસેટનો કબ્જો છે.
પ્રતિકાત્મક તસ્વીર
ફેસબુક, ટ્વિટર અને વૉટ્સએપ પર રેગ્યુલેશન નહીં
TRAIએ ફેસુબુક, ટ્રાઈએ ફેસબુક, ટ્વિટર, વૉટ્સએપ જેવા OTT એપ્સને લઈને કહ્યું કે, તેના નિયમન માટે ગાઈડલાઈન્સની જરૂર નથી. જો કે, તેમણે આ એપ્સની દેખરેખ પર જોર આવ્યું છે, જેથી જરૂરત પડવા પર તેને રેગ્યુલેટ કરી શકાય. TRAIનું કહેવું છે કે, તેમનું રેગ્યુલેટ કરવું યોગ્ય નછી. બજાર જ તેમને રેગ્યુલેટ કરે છે.
જો TRAI તેમને રેગ્યુલેટ કરે છે તો ઈન્ડસ્ટ્રી પર તેની માઠી અસર પડશે. TRAIએ કહ્યું કે, તેમને મોનિટર કરવાની જરૂરત છે રેગ્યુલેટ કરવાની નહીં. માત્ર જરૂરત પડવા પર જ આ એપ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી જોઈએ। તે સિવાય OTT એપ્સની પ્રાઈવસી, સિક્યોરિટીમાં પણ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ભાવનગર
ગુજરાત
દુનિયા
ગેજેટ
Advertisement
