WhatsApp: હવે વૉટ્સએપ બંધ હશે તો પણ કરી શકાશે તેનો ઉપયોગ, આ છે રીત........
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp) સતત પોતાના યૂઝર્સને નવી નવી સુવિધાઓ આપવા પર કામ કરી રહ્યું છે.
WhatsApp Windows Native App: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp) સતત પોતાના યૂઝર્સને નવી નવી સુવિધાઓ આપવા પર કામ કરી રહ્યું છે. આ કડીમાં હવે વૉટ્સએપેને લઇને એક મોટી ખબરની જાહેરાત કરતાં પોતાની નવા વૉટ્સએપ વિન્ડોઝ એપ (WhatsApp Windows Native App)ને લૉન્ચ કરી છે. અત્યાર સુધી માત્ર વૉટ્સએપ વેબની મદદથી જ લેપટૉપમાં વૉટ્સએપનો યૂઝ કરી શકાતો હતો, પરંતુ આના માટે ફોનનુ ચાલુ હોવુ પણ જરૂરી હતુ, આ એપની મદદથી યૂઝર્સ હવે લેપટૉપમાં વૉટ્સએપનો ઉપયોગ કરી શકશે.
Windows Native App -
Windows Native Appની અધિકારીક જાહેરાત કરતાં વૉટ્સએપે કહ્યું કે, - આ એપમાં વિશ્વસનીયતા અને સ્પીડ બન્નેને વધારવામાં આવી રહી છે, યૂઝર્સ પોતાના ફોનને ઓફલાઇન થવા પર પણ વિન્ડોઝ અને મેક લેપટૉપમાં વૉટ્સએપ નૉટિફિકેશન અને મેસેજનો ઉપયોગ કરી શકશે. આ એપને યૂઝર્સના ફોનને QR કૉડથી સ્કેન કરીને લૉગ ઇન કરી શકાશે. અત્યાર સુધી વૉટ્સએપનો આ Windows Native App મેક માટે જ પોતાના ડેવલપમેન્ટ મૉડમાં છે અને હાલમાં આના બીટા વર્ઝનને જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે, જોકે, આ એપને વિન્ડોઝ માટે જલદી ઉપલબ્ધ કરી દેવામા આવશે. યૂઝર્સ Windows Native Appને માઇક્રોસૉફ્ટ એપ સ્ટૉર પરથી આસાનીથી ડાઉનલૉડ કરી શકશો.
આ રીતે થશે કનેક્ટ -
વિન્ડોઝ અને મેક લેપટૉપમાં વૉટ્સએપ નેટિવ એપ (WhatsApp Native App) લૉગ ઇન કરવા માટે યૂઝર્સને પોતાના ફોનમાં વૉટ્સએપ ઓપન કરવાનુ છે. પછી ડાબી અહીંથી એક વિન્ડો અને મેક લેપટૉપની વૉટ્સએપ નેટિવ એપના QR કૉડને ફોનથી સ્કેન કરવાનુ છે. સ્કેન થતાં જ યૂઝર્સ વિન્ડોઝ અને મેક લેપટૉપના વૉટ્સએપ નૉટિફિકેશન અને મેસેજનો ઉપયોગ કરી શકશો. આ પછી જો યૂઝર્સ ફોન ઓફલાઇન થશે તો પણ તમારા લેપટૉપમાં વૉટ્સએપનો ઉપયોગ થતો રહેશે.
આ પણ વાંચો......
AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી
Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......