Instagram હવે નથી રહ્યું ફ્રી, આ સુવિધાઓ માટે આપવા પડશે પૈસા, જાણો
આ પ્રૉગ્રામ અંતર્ગત ક્રિએટર્સની પાસે પોતાના ફોલોઅર્સને તેના એક્સક્લૂસિવ રીલ્સ અને પૉસ્ટ માટે પેમેન્ટ કરવા માટે ઇન્ફ્લૂઅન્સ કરવાનો ઓપ્શન મળશે.
Instagram Subscriber Program: ઇન્સ્ટાગ્રામે એક નવો સબ્સક્રાઇબર્સ પ્રૉગ્રામ શરૂ કર્યો છે, જ્યાં તે યૂઝર્સને ચાર્જ કરશે. આ ચાર્જ ક્રિએટર્સ દ્વારા એક્સક્લૂસિવ કન્ટેન્ટ માટે કરવામાં આવશે. જે યૂઝર્સ આ એક્સક્લૂસિવ કન્ટેન્ટને જોવા માંગે છે, તેમને ઇન્સ્ટાગ્રામને પૈસા આપવા પડશે. ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરી (Adam Mosseri)એ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. આ પ્રૉગ્રામ અંતર્ગત ક્રિએટર્સની પાસે પોતાના ફોલોઅર્સને તેના એક્સક્લૂસિવ રીલ્સ અને પૉસ્ટ માટે પેમેન્ટ કરવા માટે ઇન્ફ્લૂઅન્સ કરવાનો ઓપ્શન મળશે. ઉલ્લેખનીય છે કે, આ પેમેન્ટ માસિક આધાર પર રહેશે.
મેટા (Meta) એ પોતાના બ્લૉગપૉસ્ટમાં કહ્યું કે, સબ્સક્રાઇબર પ્રૉગ્રામ પોતાના યૂઝર્સને 3 બેનિફિટ્સ આપશે, આ પ્રૉગ્રામમાં સબ્સક્રાઇબર ચેટ, એક્સક્લૂસિવ પૉસ્ટ તથા રીલ્સ અને એક્સક્લૂસિવ ટેબ સામેલ છે. જાણા આના વિશે ડિટેલ્સમાં.....
સબ્સક્રાઇબર ચેટ ( Subscriber Chat) -
Instagram મન્થલી સબ્સક્રિપ્શન ફોલોઅર્સને ક્રિએટર્સની સાથે સાથે જોડાડવવાની સહૂલિયત આપશે. ક્રિએટર્સ મેક્સીમમ 30 ફોલોઅર્સનુ ગૃપ બનાવી શકશે, જે તેની સાથે સીધા જોડાઇ શકશે. ક્રિએટર્સ પોતાની જનરલ કે એક્સક્લૂસિવ સ્ટૉરીઝમાં ‘Join Chat’ સ્ટીકરનો પણ ઉપયોગ કરી શકશે. આનાથી લોકો સીધા ગૃપ ચેટમાં સામેલ થઇ શકશે. તેમને ઇનબૉક્સમાં એક "સબ્સક્રાઇબર" ટેબ દેખાશે, જે તેની ચેટને ઓર્ગેનાઇઝ કરવામાં તેની મદદ કરશે.
એક્સક્લૂસિવ રીલ્સ અને પૉસ્ટ (Exclusive Reels and Posts) -
ક્રિએટર્સની પાસે પ્લેટફોર્મ માટે રીલ્સ, પૉસ્ટ સહિતના કેટલીક એક્સક્લૂસિવ કન્ટેન્ટ હશે, આ કન્ટેન્ટ માત્ર તે યૂઝર્સને જ દેખાશે, જે સબ્સક્રિપ્શન લેશે. આ ઉપરાંત માત્ર તે જ આ પૉસ્ટ પર કૉમેન્ટ કે લાઇક કરી શકશે. જોકે, લાઇવ સેશન અને સ્ટૉરીજ હજુ પણ તમામ ફોલોઅર્સ માટે ઉપલબ્ધ રહેશે.
એક્સક્લૂસિવ ટેબ (Exclusive Tab) -
સબ્સક્રાઇબર્સને ક્રિએટર્સની પ્રૉફાઇલ પર સબ્સક્રિપ્શનની એક એક્સક્લૂસિવ ટેબ શૉ થશે. આના પર જઇને તે આસાનીથી એક્સક્લૂસિવ કન્ટેન્ટને એક્સેસ કરી શકશે. આ સબ્સક્રાઇબર પ્રૉગ્રામની કિંમતનો ખુલાસો હજુ સુધી નથી થયો.
આ પણ વાંચો..........
Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા, 626 દર્દી થયા સાજા
Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા
મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો