શોધખોળ કરો
Advertisement
Oppoએ આ હાઇટેક કેમેરા ફોનની કિંમત બીજીવાર ઘટાડી, હવે મળી રહ્યો છે આટલો સસ્તો, જાણો વિગતે
કંપનીએ ઓપ્પો A12 ફોનની કિંમત ફરી એકવાર ઘટાડી દીધી છે. 3જીબી રેમ અને 32 જીબી સ્ટૉરેજ વેરિએન્ટ તમને હવે 8490 રૂપિયામાં મળશે. વળી ઓપ્પો A12નુ 4જીબી રેમ અને 64જીબી સ્ટૉરેજ વાળુ વેરિએન્ટ 10990 રૂપિયામાં ખરીદી શકો છો
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની ઓપ્પોએ ફરી એકવાર પોતાનો મોંઘો ફોન સસ્તો કરી દીધો છે. કંપનીએ ઓપ્પો A12 ફોનની કિંમત ફરી એકવાર ઘટાડી દીધી છે. 3જીબી રેમ અને 32 જીબી સ્ટૉરેજ વેરિએન્ટ તમને હવે 8490 રૂપિયામાં મળશે. વળી ઓપ્પો A12નુ 4જીબી રેમ અને 64જીબી સ્ટૉરેજ વાળુ વેરિએન્ટ 10990 રૂપિયામાં ખરીદી શકો છો. જોકે ઓફર માત્ર ઓફલાઇન સ્ટૉર્સ પર જ અવેલેબલ છે. કંપનીએ ઓપ્પો A12 સ્માર્ટફોનની કિંમત બીજીવાર ઘટાડી છે. આ પહેલા ગયા વર્ષે પણ ફોનની કિંમત ઘટાડી હતી.
ઓપ્પો A12ની સ્પેશિફિકેશન્સ
નવા ઓપ્પો A12માં 6.22 ઇંચ એચડી + વૉટરડ્રૉપ નૉચ ડિસ્પ્લે છે, જેનુ રિઝૉલ્યૂશન 720x1520 પિક્સલ છે. એટલુ જ નહીં આમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. આ એક નોર્મલ ડિસ્પ્લે હોઇ શકે છે. જે બજેટ સેગમેન્ટના સ્માર્ટફોનમાં જોવા મળે છે. પરફોર્મન્સ માટે નવા Oppo A12માં ઓક્ટોકૉર મીડિયાટેક હીલિયો P35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનમાં 4230mAh બેટરી લાગેલી છે. આ ફોન Android 9 Pie ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. .આમાં કનેક્ટિવિટી માટે 4જીવીઓએલઇટી, 3જી, વાઇ-ફાઇ, બ્લૂટુથ અને જીપીએસ જેવા ફિચર્સ સામેલ છે.
કેમેરા ફિચર્સ
ફોટોગ્રાફી માટે આ ફોનમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 13 મેગાપિક્સલ (અપર્ચર એફ/2.2)+2 મેગાપિક્સલ (અપર્ચર એફ/2.4) સામેલ છે. આ ઉપરાંત સેલ્ફી માટે આમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન પણ બ્લેક અને વ્હાઇટ કલરમાં મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion