શોધખોળ કરો
જો તમારા ફોનમાં આ Apps હોય તો તરત જ કરો ડિલીટ, વ્યક્તિગત જાણકારી થઈ શકે છે લીક
આ તમામ એપ્સ પ્લે સ્ટોર પર ઉપલ્ધ છે. આ એપ્સને લાખો વખત ડાઉનલોડ પણ કરવામાં આવી છે.
![જો તમારા ફોનમાં આ Apps હોય તો તરત જ કરો ડિલીટ, વ્યક્તિગત જાણકારી થઈ શકે છે લીક personal information may be leaked through these apps of your phone જો તમારા ફોનમાં આ Apps હોય તો તરત જ કરો ડિલીટ, વ્યક્તિગત જાણકારી થઈ શકે છે લીક](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/09200037/mobile-mnp.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આપણે ઘણી વખત ફોનમાંથી નકામી વસ્તુ કાઢવા અને સ્પીડ વધારવા માટે ઘણી એવી એપ્સ ડાઉનલોડ કરી લેતા હોઈએ છીએ જે ફોન માટે જ નહીં પણ વ્યક્તિ માટે પણ જોખમી સાબિત થાય છે. આ એપ્સની મદદથી હેકર્સ તમારા પોનમાં રહેલ ડેટા સરળતાથી ચોરી શકે છે. અમ તમને જણાવીશું કે કઈ કઈ એપ્સ એવી છે તમારા ફોનનો ડેટા લીક કરી શકે છે. તમારા આ એપ્સતી સાવચેત રહેવાની જરૂરત છે.
એક રિપોર્ટ અનુસાર હાલમાં જ કેટલીક એવી એપ્સની જાણકારી મળી છે જેના કારણે તમારી વ્યક્તિગત જાણકારી અને તમારા એકાઉન્ટની વિગતો લીક થઈ શકે છે. આ તમામ એપ્સ પ્લે સ્ટોર પર ઉપલ્ધ છે. આ એપ્સને લાખો વખત ડાઉનલોડ પણ કરવામાં આવી છે. ઓપ્ટિમાઈઝેશન ટૂલ (મોબાઈલની સ્પીડ વધારનારી એપ્સ) સમજીને ઘણાં લોકો આ એપ્સને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરતી લેતા હોય છે.
એક ખાની કંપની Trend Micro જે સાઇબર સિક્યોરિટી બેસ્ડ છે અને તેનો દાવો છે કે ગૂગલ પ્લે સ્ટોર પર 9 નક્લી એપ્સ છે. જ્યારે તમે આ એપ્સને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો છો તો ઓટોમેટિકલી આ એપ્સને તમારા ફેસબુક એકાઉન્ટનું એક્સેસ મળી જાય છે. ત્યાર બાદ તે તમારી વ્યક્તિગત જાણકારી ચોરી શકે છે. આ એપ્સની અંદર માલવેર હોય છે. આ એક પ્રકારનો વાયરસ છે જે તમારી વ્યક્તિગત જાણકારી લીક કરી દે છે.
જો તમારા ફોનમાં આ apps છે તો તેને કરો ડિલીટ
H5 gamebox
LinkWorldVPN
Quick Games-H5 Game Center
Super Clean-Phone Booster,Junk Cleaner&CPU Cooler
Speed Clean-Phone Booster,Junk Cleaner&App Manager
Rocket Cleaner Lite
Shoot Clean-Junk Cleaner,Phone Booster,CPU Cooler
Super Clean Lite- Booster, Clean&CPU Cooler
Rocket Cleaner
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)