શોધખોળ કરો
Advertisement
શાઓમી 2 સપ્ટેમ્બરે લોન્ચ કરશે Redmi 9A સ્માર્ટફોન, જાણો કોને આપશે ટક્કર
શાઓમી પોતાના રેડમી લાઈનઅપને આગળ વધારતા 2 સપ્ટેમ્બરને ભારતમાં Redmi 9A સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. રેડમી 9A કંપનીની Redmi 9 સીરીઝનો ત્રીજો સ્માર્ટફોન હશે.
નવી દિલ્હી: શાઓમી પોતાના રેડમી લાઈનઅપને આગળ વધારતા 2 સપ્ટેમ્બરને ભારતમાં Redmi 9A સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. રેડમી 9A કંપનીની Redmi 9 સીરીઝનો ત્રીજો સ્માર્ટફોન હશે. આ પહેલા કંપનીએ Redmi 9 Prime અને Redmi 9 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. રેડમી 9A સ્માર્ટફોન ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલા રેડમી 8A સ્માર્ટફોનનું અપગ્રેડ વર્ઝન તરીકે જોવામાં આવે છે.
કોરોના વાયરસના કારણે કંપની Redmi 9A સ્માર્ટફોનને ઓનલાઈન લોન્ચ કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ 4 સપ્ટેમ્બરથી જ આ સ્માર્ટફોન વેચાણ માટે ઉપલબ્ધ હશે. ભારતમાં કંપની રેડમી 9A સ્માર્ટફોનના બે મોડલ લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનની કિંમત 6,999 રૂપિયાથી શરૂ થશે.
Redmi 9A મા મળશે આ ફિચર્સ
રેડમી 9A સ્માર્ટફોનમાં 2GB રેમ અને 32GB સ્ટોરેજ આપવામાં આવી શકે છે. આ સિવાય રેડમી 9A સ્માર્ટફોનના બીજા મોડલમાં 3GB રેમ અને 64GB સ્ટોરેજની સાથે આવી શકે છે, જેની કિંમત 7,999 રૂપિયા રહેવાની સંભાવના છે.
સ્માર્ટફોનના ફિચર્સ વિશે વાત કરવામાં આવે તો 6.53 ઈંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળી શકે છે. Redmi 9A સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો G25 ચિપસેટનો ઉપયોગ થશે. સ્માર્ટફોનમાં 5020mAhની બેટરી મળશે. સ્માર્ટફોનના રિયર પેનલ પર 13 મેગાપિક્સલ કેમેરા અને ફ્રન્ટમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલ કેમેરો મળશે. સ્માર્ટફોનની સ્ટોરેજ માઈક્રો એસડી કાર્ડથી વધારી શકાશે.
Realme C11 સાથે થશે ટક્કર
Redmi 9A ની ટક્કર રિયલમીના C11 સ્માર્ટફોન સાથે થશે. રિયલમી C11 સ્માર્ટફોનમાં 6.5 ઈંચની એચડી પ્લસ રિઝોલ્યૂશન ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો G35 ચિપસેટ સાથે આવે છે. રિયલમીનો આ સ્માર્ટફોન 2GB રેમ અને 32GB સ્ટોરેજ સાથે 7,499 રૂપિયામાં ખરીદવા માટે ઉપલબ્ધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion