શોધખોળ કરો
Advertisement
રિલાયન્સ JIO એ લોન્ચ કર્યો નવો વાર્ષિક પ્રીપેડ પ્લાન, જાણો એરટેલ અને વોડાફોનની સરખામણીએ સસ્તો છે કે મોંઘો
ત્રણેય કંપનીઓના પ્લાનમાં જિયોનો પ્લાન સૌથી સસ્તો છે પરંતુ તેની વેલિડિટી એરટેલ અને વોડફોનથી 29 દિવસ ઓછી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો દ્વારા ડેઇલી ડેટા વાળો વાર્ષિક પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. પહેલા આ પ્લાન 2020 રૂપિયામાં આવતો હતો, પરંતુ હવે 2121 રૂપિયા સાથે અપડેટ કરવામાં આવ્યો છે. જૂના પ્લાનની તુલનામાં નવો પ્લાન 101 રૂપિયા મોંઘો થઈ ગયો છે અને 28 દિવસની વેલિડિટી પ્રમાણે મોંઘો પડશે. રિલાયન્સ જિયો ઉપરાંત વોડાફોન અને એરટેલ પાસે પણ પ્રીપેડ પ્લાન ઉપલબ્ધ છે. જૂના પ્લાનની સરખામણીમાં નવા પ્લાનમાં વેલિડિટી ઓછી કરી દેવામાં આવી છે.
રિલાયન્સ જિયો
જિયોના 2121 રૂપિયાના પ્લાનમાં વેલિડિટી 336 દિવસ છે. જેમાં રોજ 1.5 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં કુલ 504 GB ડેટા મળે છે. ઉપરાંત જિયો થી જિયો અનલિમિટેડ ફ્રી કોલિંગ, અન્ય નેટવર્ક પર 12,000 મિનિટ અને રોજના 100 એસએમએસ મળશે. દૈનિકના હિસાબે આ પ્લાનનો ખર્ચ આશરે 6.31 રૂપિયા છે. 28 દિવસની વેલિડિટીના હિસાબે જો રિચાર્જની રકમ ગણવામાં આવે તો ખર્ચ 176.75 રૂપિયા પડશે.
એરટેલ
જિયોના 2121 રૂપિયાના પ્લાનની સામે એરટેલના પ્લાનની કિંમત 2398 રૂપિયા છે. જેમાં તમને રોજનો 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 એસએમએસ મળશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. પ્લાનમાં કુલ 547.5 જીબી ડેટા મળે છે. આ પ્લાનને રિચાર્જ કરવા પર તમને રોજનો ખર્ચ 6.56 રૂપિયા આવશે અને 28 દિવસના રિચાર્જ પ્લાનના હિસાબે આશરે 183.95 રૂપિયા થશે
વોડાફોન
વોડાફોનના વાર્ષિક પ્લાનની કિંમત 2399 રૂપિયા છે. જેમાં રોજનો 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ, 100 એસએમએસ મળશે. પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. આ પ્લાનને રિચાર્જ કરવા પર તમને રોજનો ખર્ચ 6.57 રૂપિયા આવશે અને 28 દિવસના રિચાર્જ પ્લાનના હિસાબે આશરે 184 રૂપિયા થશે
કયો પ્લાન છે બેસ્ટ ?
આ ત્રણેય કંપનીઓના પ્લાનમાં જિયોનો પ્લાન સૌથી સસ્તો છે પરંતુ તેની વેલિડિટી એરટેલ અને વોડફોનથી 29 દિવસ ઓછી છે. રોજના ખર્ચના હિસાબે જિયોને પ્લાન ત્રણેયમાં સસ્તો છે. જો તમારે ડેટાનો વપરાશ ઓછો હોય અને કોલિંગ વધારે હોય તો એરટેલ કે વોડાફોનનો પ્લાન લાભદાયી સાબિત થશે.
Jioના આ બે નવા પ્લાનમાં 70 રૂપિયાથી પણ ઓછામાં 7GB સુધી મળશે ડેટા અને કોલિંગ બેનિફિટ, જાણો
INDvNZ: બુમરાહે વિકેટ લેવા કેટલી ઓવર સુધી જોવી પડી રાહ ? જાણીને ચોંકી જશો
સોનાની આ શાહી થાળીમાં જમશે ટ્રમ્પ અને મેલાનિયા, જાણો વિગત
INDvNZ: ઈશાંત શર્માએ ઝહીર ખાનના મોટા રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion