શોધખોળ કરો
Advertisement
સેમસંગનો ગેલેક્સી Note 20 છે સૌથી દમદાર, 5મી ઓગસ્ટે થશે લૉન્ચ, જાણો શું છે ફિચર્સ
નૉટ 20 સીરીઝનો સ્માર્ટફોન અલ્ટ્રાસૉનિક ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવશે. ફોનમાં કેટલા રિયર કેમેરા મળશે એ વેરિએન્ટ પર નિર્ભર કરે છે. કહેવાઇ રહ્યુ છે કે નૉટ 20માં સેમસંગ નવુ One UI 2.5 આપવાનુ છે
નવી દિલ્હીઃ સેમસંગ પોતાનો નવો ગેલેક્સી Note 20 સીરીઝનો ફોન Note 20 એલ્ટ્રા લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની ગેલેક્સી Z ફ્લિપ અને ગેલેક્સી ફૉલ્ડ 2ની સાથે 5મી ઓગસ્ટે લૉન્ચ કરી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે નવા સ્માર્ટફોનમાં ખાસ ફિચર્સ આપવામાં આવી શકે છે.
શું હોઇ શકે છે ગેલેક્સી Note 20ની કિંમત...
એક રિપોર્ટ પ્રમાણે, સેમસંગના ગેલેક્સી Note 20 સ્માર્ટફોનની કિંમત 1249 ડૉલર (લગભગ 93 હજાર) થી 1499 ડૉલર (લગભગ 1.11 લાખ રૂપિયા)ની વચ્ચે હોઇ શકે છે.
ગેલેક્સી Note 20માં મળી શકે છે આ ફિચર....
ફિચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 865+ પ્રૉસેસર કે Exynos 992 પ્રૉસેસર આવી શકે છે. આ સીરીઝમાં આ ફોન તમને 16જીબી સુધીની રેમ અને 512જીબી સ્ટૉરેજ સુધીનો જોવા મળી શકે છે. લીક્સનુ માનીએ તો તમામ ડિવાઇસ ઇન્ફિનીટી-O ડિસ્પ્લે અને 120Hz ના રિફ્રેશ રેટની સાથે આવશે.
નૉટ 20 સીરીઝનો સ્માર્ટફોન અલ્ટ્રાસૉનિક ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવશે. ફોનમાં કેટલા રિયર કેમેરા મળશે એ વેરિએન્ટ પર નિર્ભર કરે છે. કહેવાઇ રહ્યુ છે કે નૉટ 20માં સેમસંગ નવુ One UI 2.5 આપવાનુ છે.
છેલ્લા કેટલાય દિવસોથી ગેલેક્સી Note 20 ફોનની તસવીરો લીક થઇ રહી છે. આ બધાની વચ્ચે યૂક્રેનની એક વેબસાઇટ પર ગેલેક્સી Note 20ની અસલી તસવીર લીક થઇ હતી. જેને જોઇને લાગી રહ્યું હતુ કે આ ફોનમાં કેટલાક હાઇટેક ફિચર્સ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement