ગૂગલે શોધી કાઢી ડેટા અને બેન્કિંગ ડિટેલ ચોરી કરતી એપ્સ, તમારા ફોનમાં હોય તો કરી દો તરતજ ડિલીટ, જાણો
રિપોર્ટમાં આગળ જાણવા મળે છે કે આ એપ્સને વાસ્તવિક એન્ટી વાયરસ સૉલ્યૂશન હોવાનુ દેખાડો કર્યો, જ્યારે વાસ્તવમાં તેને શોર્કબૉટ નામથી એન્ડ્રોઇડ સ્ટેલરને ડાઉનલૉડ અને ઇન્સ્ટૉલ કરી હતી.
નવી દિલ્હીઃ Google એ કથિત રીતે Play Storeમાંથી કેટલીય એવી ફેક એન્ટીવાયરસ એપ્સ હટાવી દીધી છે. એક રિપોર્ટ અનુસાર, Google Play Storeમાં કમ સે કમ છ એન્ટી વાયરસ એપનો ઉપયોગ બેન્કિંગ માલવેયર ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. રિપોર્ટમાં આગળ જાણવા મળે છે કે આ એપ્સને વાસ્તવિક એન્ટી વાયરસ સૉલ્યૂશન હોવાનુ દેખાડો કર્યો, જ્યારે વાસ્તવમાં તેને શોર્કબૉટ નામથી એન્ડ્રોઇડ સ્ટેલરને ડાઉનલૉડ અને ઇન્સ્ટૉલ કરી હતી.
આ એપ્સને ગૂગલ પ્લે સ્ટૉર પરથી હટાવાઇ-
Atom Clean-Booster, Antivirus
Antivirus, Super Cleaner
Alpha Antivirus, Cleaner
Powerful Cleaner, Antivirus
Center Security - Antivirus
શાર્કબૉટ એક બેન્કિંગ માલવેયર છે, જે તમારી પર્સનલ જાણકારી જેવી ક્રેડેન્શિયલ અને બેન્કિંગ જાણકારી ચોરી લે છે. માલવેયર એક જિયૉપેન્સિંગ ફિચર અને ચોરીની ટેકનિકને લાગુ કરે છે, જે આને સૌથી અલગ બનાવે છે. માલવેયર વિક્ટિમને તે વિન્ડોમાં પોતાના ક્રેડેન્શિયલ નોંધાવવા માટે લોભાવે છે, જે દેખાવમાં બિલકુલ ક્રેડેન્શિયલ ઇનપુટ ફોર્મની જેમ લાગે છે.
એકવાર તમે જયારે નકલી ઇનપુટ વિન્ડોમાં પોતાની જાણકારી નોંધાવો છો, તો તમારી ડિટેલ મેલિસિયસ સર્વરના માધ્યમથી ઠગબાજોને મોકલી દે છે. રિપોર્ટ અનુસાર માલવેયર દરેક સંભવિત શિકારને ટાર્ગેટ નીથી કરતુ અને આમાં જિયૉફેન્સિંગ ફિચર પણ છે, સાયબર સુરક્ષા રિપોર્ટથી એ જાણવા મળ્યુ છે કે શાર્કબૉટ પણ ચોરીની ટેકનિકનો ઉપયોગ કરે છે.
ટેક પૉઇન્ટ રિસર્ચ દ્વારા સર્ચ કરવામાં આવેલી એપ્લિકેશનને લગભગ 15 હજારવાર ડાઉનલૉડ ઇન્સ્સ્ટૉલ કરવામાં આવી હતી, એપ્સ ત્રણ એકાઉન્ટ, Zbynek Adamcik, Adelmio Pagnotto અને Bingo Like Inc. માંથી આવી હતી.
આ પણ વાંચો..........
Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ
આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ
IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો
ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા
PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો