Twitter Search: આ ફિચરથી ચપટી વગાડતાં જ મળી જશે જુનુ ટ્વીટ, જાણો રીત........
Twitter પર યૂઝર્સ દરરોજ બહુજ મોટી સંખ્યામાં ટ્વીટ કરે છે, સામાન્ય રીતે આપણે કોઇ યૂઝરના ટ્વીટ જોવા હોય તો તેના એકાઉન્ટ પર જઇને જોઇ શકીએ છીએ,
Twitter Advanced Search Feature: Twitter પર યૂઝર્સ દરરોજ બહુજ મોટી સંખ્યામાં ટ્વીટ કરે છે, સામાન્ય રીતે આપણે કોઇ યૂઝરના ટ્વીટ જોવા હોય તો તેના એકાઉન્ટ પર જઇને જોઇ શકીએ છીએ, પરંતુ નવા ટ્વીટ આવતા જ તે જુના ટ્વીટ પાછળ જતા રહે છે, આવા સમયે આપણે જો કોઇ જુના ટ્વીટ શોધવુ હોય તો તે જુના ટ્વીટ શોધવામા ખુબ મુશ્કેલી પડી જાય છે. આ માટે અમને એક ખાસ ટિપ્સ બતાવી રહ્યા છીએ, તમને twitter ના Advanced Search ઓપ્શન વિશે અમે અહીં બતાવી રહ્યાં છીએ. આ ફિચર વિશે મોટા ભાગના યૂઝર્સને ખબર નથી, પરંતુ તમે આ ફિચરની મદદથી કોઇપણ જૂના ટ્વીટને આસાનીથી શોધી શકો છો.
આ રીતે કરો Advanced Search નો ઉપયોગ -
સૌથી પહેલા કૉમ્પ્યૂટરના બ્રાઉઝમાં Twitter ખોલો.
જો તમારુ ટ્વીટર એકાઉન્ટ લૉગ ઇન નથી, તો એકાઉન્ટ લૉગ ઇન કરો.
હવે ઉપરની બાજુએ રાઇડ સાઇડમાં સર્ચ બારનો યૂઝ કરીને તમે જે શોધવા માંગો છો, તેને સર્ચ કરો.
આ પછી સ્ક્રીન પર વચ્ચે દેખાઇ રહેલા સર્ચબાર પર રાઇટ સાઇડમાં ત્રણ ડૉટ બનેલા દેખાશે, તેના પર ક્લિક કરો.
હવે તમને એકસાથે કેટલાક ઓપ્શન દેખાશે, જેમ કે Search Settings, Advanced Search અને Save Search.
અહીં તમને Advanced Search પર ક્લિક કરતાં આગળ વધવાનુ છે.
હવે સ્ક્રૉલ ડાઉન કરીને નીચે આવો.
હવે તમને Datesનો ઓપ્શન દેખાશે, આમાં 2 કૉલમ From અને To દેખાશે.
જે તારીખથી લઇને જે તારીખ સુધીના ટ્વીટ જોવા છે, તે From અને To ઓપ્શનમાં ભરો.
છેલ્લે તમારે Search બટન પર ક્લિક કરવાનુ છે.
આ પછી તમારી સિલેક્ટ કરેલી તારીખો અનુસાર, યૂઝર દ્વારા કરવામાં આવેલી તમામ ટ્વીટ્સ તમા્રી સામે આવી જશે.
આ રીતે તમે ટ્વીટર પર કોઇપણ યૂઝરના જુના ટ્વીટને શોધીને કાઢી શકો છો. આ ફિચરની મદદથી તમારુ કામ જલીદ થઇ જશે અને તમારો સમય પણ બચી જશે.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા
IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન