વૉટ્સએપ યૂઝરને મળશે 'ડિજીટલ અવતાર', જાણો આ નવુ ફિચર તમને કઇ રીતે કરશે મદદ...
WABetaInfoના રિપોર્ટ અનુસાર, નવા અપડેટ બાદ વીડિયો કૉલ દરમિયાન યૂઝરને અવતારમાં સ્વિચ કરવાનો ઓપ્શન દેખાશે.
WhatsApp Latest Update: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp હવે એક મોટા ફિચર પર કામ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, WhatsApp એક એવું ફિચર લાવવા જઇ રહ્યું છે, જેના આવ્યા બાદ જો તમે ઇચ્છો તો વીડિયો કૉલ (Video Call) દરમિયાન પણ તમારો ચહેરો નહીં દેખાય, સીધા શબ્દોમાં કહીએ તો આ નવુ ફિચર આવ્યા બાદ વૉટ્સએપ વીડિયો કૉલમાં તમે ખુદની જગ્યાએ ખુદના અવતારનો પ્રયોગ કરી શકશો.
WABetaInfoના રિપોર્ટ અનુસાર, નવા અપડેટ બાદ વીડિયો કૉલ દરમિયાન યૂઝરને અવતારમાં સ્વિચ કરવાનો ઓપ્શન દેખાશે. અવતાર (Avtar) ને તૈયાર કરવા માટે એડિટર પણ આપવામાં આવશે. WABetaInfo એ બતાવ્યુ કે નવા ફિચરનુ ટેસ્ટિંગ એન્ડ્રોઇડના બીટા વર્ઝન પર થઇ રહ્યું છે. જો તમે એક બીટા યૂઝર છો તો તમે આ ફિચરનો અનુભવ કરી શકો છો.
iphone યૂઝર્સ છુપાઇને લેફ્ટ કરી શકશે ગૃપ -
એપલ (Apple) ના પાસે પહેલાથી જ મેમોજી છે, અને તે જ રીતે WhatsApp અવતારને રિલીઝ કરવાની તૈયારીમાં લાગ્યુ છે. એ પણ જાણી લો કે નવા અપડેટ બાદ તમે વીડિયો કૉલ દરમિયાન કોઇપણ સમયે પોતાનો અવતાર બદલી શકો છો. આ ઉપરાંત આઇઓએસ માટે વૉટ્સએપ એક વધુ ફિચર પર કામ કરી રહ્યું છે, જેના આવ્યા બાદ આઇફોનના યૂઝર્સ કોઇ ગૃપને ચોરીછુપે લેફ્ટ કરી શકશે, હાલમાં ગૃપ છોડવા પર તમામ મેમ્બરને એક નૉટિફિકેશન મળે છે, કે આ વ્યક્તિએ ગૃપને લેફ્ટ કરી દીધુ છે. પરંતુ નવા ફિચરના આવ્યા બાદ આ નૉટિફિકેશન નહીં મળે.
આ ઉપરાંત વૉટ્સએપ એક બીજા નવા ફિચર પર કામ કરી રહ્યું છે. જેના આવ્યા બાદ તમે ગૃપ કૉલમાં કોઇ મેમ્બરને મ્યૂટ કરી શકશો. આનો ફાયદો એ થશે કે ગૃપ કૉલ દરમિયાન જો તમે ખુદનુ માઇક બંધ કરવાનુ ભૂલી ગયા છો, તો એડમિને મેમ્બરને મ્યૂટ કરવાની સુવિધા હશે. આ રીતનુ ફિચર પહેલાથી જ ઝૂમ અને માઇક્રૉસૉફ્ટ ટીમ્સ જેવી વીડિયો કૉલિંગ એપ્સમાં અવેલેબલ છે.
આ પણ વાંચો......
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?
Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે
IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો