શોધખોળ કરો
Advertisement
ભારતમાં લોકપ્રિય બનેલા આ 6 કેમેરાવાળા ફોનની કિંમત 4000 રૂપિયા ઘટી, જાણો શું છે નવી કિંમત
વીવો કંપનીએ હવે પોતાના હાઇટેક સ્માર્ટફોન Vivo V19ની કિંમત ઘટાડી દીધી છે. કંપની આ ફોન પર ચાર હજાર રૂપિયા સુધી કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ફોનને કંપનીએ 6 કેમેરા સાથે લૉન્ચ કર્યો હતો, આમાં સ્નેપડ્રેગન 712 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે
નવી દિલ્હીઃ લૉકડાઉન બાદ પોતાના વેચાણને પાટા પર લાવવા માટે સ્માર્ટફોન કંપનીઓ પોતાના સ્ટાન્ડર્ડ ફોનની કિંમતોમાં ઘરખમ ઘટાડો કરી રહી છે.
વીવો કંપનીએ હવે પોતાના હાઇટેક સ્માર્ટફોન Vivo V19ની કિંમત ઘટાડી દીધી છે. કંપની આ ફોન પર ચાર હજાર રૂપિયા સુધી કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ફોનને કંપનીએ 6 કેમેરા સાથે લૉન્ચ કર્યો હતો, આમાં સ્નેપડ્રેગન 712 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
Vivo V19ના ભાવમાં ઘટાડો થયા બાદ આની 8GB રેમ+128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 24,990 થઇ ગઇ છે. પહેલા આ ફોન 27,990 મળતો હતો. આ ઉપરાંત ફોનના 8GB રેમ+256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળુ વેરિએન્ટ હવે 27,990 રૂપિયામાં મળશે. આ પહેલા આ ફોનની કિંમત 31,990 રૂપિયા હતી.
Vivo V19 ફોનની ખાસિયત તેનો કેમેરો છે. આ ફોનમાં ફોટોગ્રાફી માટે કંપનીએ રિયરમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપ્યો છે. જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો બોકેહ લેન્સ સામેલ છે. આ ઉપરાંત સેલ્ફી માટે આમાં ફ્રન્ટમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપ્યો છે, જેમાં 32 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલનો કેમેરો છે. આમાં યૂઝરને બેસ્ટ ફોટોગ્રાફી માટે 6 કેમેરા આપવામાં આવ્યા છે.
ભારતીય માર્કેટમાં Vivo V19 સ્માર્ટફોનની સીધી ટક્કર સેમસંગના Galaxy A71 સાથે થશે. આ બન્ને ફોન દમદાર છે. Galaxy A71ની કિંમત હાલ 29999 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement