શોધખોળ કરો
Advertisement
રેડમીને ટક્કર આપવા વીવોએ લૉન્ચ કર્યો આ ડ્યૂલ કેમેરા સેટઅપ ફોન, સસ્તી કિંમતે મળશે હટકે ફિચર્સ
ફોટોગ્રાફી માટે આ સારો ફોન છે, ફોનના રિયરમાં 13MP અને 2MP ના બે કેમેરા મળશે. સેલ્ફી અને વીડિયો કૉલના 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનની ઇન્ટરનલ મેમરી 32GB છે, તમે ઇચ્છો તો આને કાર્ડથી વધારી શકો છો
નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર વીવો ભારતમાં સસ્તી કિંમતે શાનદાર ફિચર્સ વાળો ફોન લૉન્ચ કરીને, રેડમીના ફોનને ટક્કર આપવા મેદાનમાં ઉતરી છે. આ ફોનનુ નામ વીવો Y12s છે, અને આની ખાસિયત તેને કેમેરો છે. વીવો Y12s ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપની સાથે 5000 એમએએચની દમદાર બેટરી આપવામાં આવી છે.
Vivo Y12sના સ્પેશિફિકેશન્સ અને કિંમત...
આ સ્માર્ટફોન ડ્યૂલ-સિમ સપોર્ટ સાથે આવે છે. ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ Funtouch OS 11 પર કામ કરે છે. આની સ્ક્રીન 6.51-ઇંચ HD+ IPS વાળી છે. આમાં 3GB રેમ, સ્નેપડ્રેગન 439નુ પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
ફોટોગ્રાફી માટે આ સારો ફોન છે, ફોનના રિયરમાં 13MP અને 2MP ના બે કેમેરા મળશે. સેલ્ફી અને વીડિયો કૉલના 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનની ઇન્ટરનલ મેમરી 32GB છે, તમે ઇચ્છો તો આને કાર્ડથી વધારી શકો છો.
જો કિંમતની વાત કરીએ તો 3GB + 32GB વેરિએન્ટ માટે તમારે 9,990 રૂપિયા ચૂકવવા પડશે. તમે આને બે કલર ઓપ્શન ફેન્ટમ બ્લેક અને ગ્લેશિયર બ્લૂમાં ખરીદી શકો છો. આ ફોનની સીધી ટક્કર માર્કેટમાં અવેલેબલ Redmi 9 Power ફોન પર છે, આ ફોન હવે રેડમીના સ્માર્ટફોન્સને ટક્કર આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement