(Source: ECI/ABP News/ABP Majha)
દમદાર બેટરી સાથે Vivo Y21 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ?
સ્માર્ટફોન કંપની Vivoએ ભારતમાં પોતાની વાઇ-સીરિઝનો સ્માર્ટફોન Vivo Y21 લોન્ચ કરી દીધો છે. આ ફોન 5000mAhની બેટરી સાથે સ્લિમ ડિઝાઇનમાં આવે છે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની Vivoએ ભારતમાં પોતાની વાઇ-સીરિઝનો સ્માર્ટફોન Vivo Y21 લોન્ચ કરી દીધો છે. આ ફોન 5000mAhની બેટરી સાથે સ્લિમ ડિઝાઇનમાં આવે છે. જેમાં 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ બે કલર ઓપ્શન સાથે આવે છે અને ટોચની ઇ-કોમર્સ સાઇટ્સ પર ઉપલબ્ધ છે. જેને ‘મેક ઇન ઇન્ડિયા’ બેઠળ ભારતમાં જ બનાવવામાં આવ્યો છે.
સ્પેસિફિકેશન્સ
Vivo Y21માં 6.51 ઇંચની એચડી+(1600×720) ડિસ્પ્લે છે જેમાં સિંગલ સેલ્ફી કેમેરા માટે વોટરડ્રોપ નોચ છે. આ ડ્યુઅલ સિમ કાર્ડને સપોર્ટ કરે છે અને ફોન એન્ડ્રોઇડ 11 FunTouch 11.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. જેમાં MediaTek Helio P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં 4GB RAM અને 128GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જેને માઇક્રોએસડી કાર્ડ સાથે 1TB સુધી વધારી શકાય છે.
કેમેરા
ફોટોગ્રાફી માટે Vivo Y21 સ્માર્ટફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેનો પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલ અને સેકન્ડરી કેમેરા 2 મેગાપિક્સલનો છે. ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આઠ મેગાપિક્સલનો કેમેરા છે. ફોનનો કેમેરા એપ પોટ્રેટ (બેઝિક) પૈનો, લાઇવ ફોટો, સ્લો-મોશન, ટાઇમ લૈપ્સ, પ્રો અને ડીઓસી જેવા મોડ્સ સાથે આવે છે.
બેટરી અને કિંમત
Vivo Y21માં 5,000mAhની બેટરી આપવામાં આવી છે જે 18W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સાથે જ તેમાં એક સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર, 4જી કનેક્ટિવિટી, બ્લૂટૂથ 5.0 અને વાઇ-ફાઇ 2.4GHz અને 5GHz જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. Vivo Y21ના 4GB + 128GB વેરિયન્ટની કિંમત 15,490 છે અને કંપનીનું કહેવું છે કે 4GB RAM + 64GB સ્ટોરેજ વિકલ્પ જલદી ઉપબલ્ધ થશે. આ ફોન મિડનાઇટ બ્લૂ અને ડાયમંડ ગ્લો કલરમાં આવે છે. આ ફોનને વીવોની વેબસાઇટ, અમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમ જેવી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે.
India Corona Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 34 હજાર કેસ નોંધાયા, 375 દર્દીના મોત
રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ભારે વરસાદ પડશે
ઇલેક્ટ્રિક કાર કેટલા રૂપિયામાં ફુલ ચાર્જ થાય, પ્રતિ યૂનિટ કેટલો છે રેટ ? જાણો વિગતે