શોધખોળ કરો
Advertisement
રોજ 2GB ડેટાની સાથે Vodafoneએ લોન્ચ કર્યો નવો પ્રી-પેઈડ પ્લાન, Jio અને Aritelને આપશે ટક્કર
જિઓના 599 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની વોડાફોને પોતાના ગ્રાહકો માટે એક નવો પ્રી પેઈડ પ્લાન લોન્ચ કર્યો છે. જેની કિંમત 819 રૂપિયા છે. આ એક લાંબા ગાળાનો પ્રી પેઈડ પ્લાન છે, જે અનેક ફાયદા, ડેટા અને અનલિમિટેડ કોલિંગની સાથે આવે છે. વોડાફોનનો આ પ્લાન જિઓ અને એરટેલને ટક્કર આપશે. આવો જાણીએ આ પ્લાનના ફીચર્સ વિશે....
Vodafoneનો 819 રૂપિયાવાળા પ્લાનના ફાયદા
વોડાફોનના 819 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 2જીબી ડેટા મળે છે. ઉપરાંત આ પ્લાનમાં રોજ 100 એસએમએસ પણ મળે છે. કોઈપણ અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો મળે છે. ઉપરાંત આ પ્લાનમાં યૂઝર્સને વોડાફોન પ્લે અને ઝી5 પ્રીમિયન એપનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળશે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.
Jioનો 84 દિવસનો રિચાર્જ પ્લાન
જિઓના 599 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. ગ્રાહકો માટે આ પ્લાનમાં જિઓ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે, જ્યારે અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ મળે છે. ઉપરાંત આ પ્લાનમાં રોજ 100 ફ્રી એસએમએસ પણ મળે છે. સાથે જ જિઓ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
Airtelનો 84 દિવસનો રિચાર્જ પ્લાન
એરટેલની પાસે પણ હાલમાં 84 દિવસની વેલિડિટીવાળો એક ખાસ પ્લાન છે જેની કિંમત 598 રૂપિયા છે. આ પ્લાન અંતર્ગત ગ્રાહકોને રોજ 2જીબી ડેટા મળશે. એટલું જ નહીં આ પ્લાનમાં રોજ 100 એસએમેસ પણ ફ્રી મળે છે. જ્યારે કોલિંગની વાત કરીએ તો એરટેલ આ પ્લાનની સાથે દેશની કોઈપણ નંબર પર અનલિમિટેડ વોયસ કોલની સુવિધા આપી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement