શોધખોળ કરો
Advertisement
Android યૂઝર્સ માટે WhatsApp લાવ્યું નવું ફિચર, જાણો શું છે ખાસિયત
મેસેજિંગ એપ WhatsApp એન્ડ્રોઈટ સ્માર્ટફોન યૂઝર્સ ફિંગરપ્રિન્ટ લૉક ફિચર લાવી રહ્યું છે. ફિંગરપ્રિન્ટ સ્કેનર દ્વારા તમે વૉટ્સએપને વધુ સિક્યોર કરી શકો છો.
મેસેજિંગ એપ WhatsApp એન્ડ્રોઈટ સ્માર્ટફોન યૂઝર્સ માટે ખાસ ફીચર લાવી રહ્યું છે. જેનાથી હવે વૉટ્સએપમાં પણ ફિંગરપ્રિન્ટ લૉક કરી શકાશે. WhatsApp એ હાલમાં જ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન ફીચરની શરૂઆત કરી હતી. પહેલા કંપનીએ iPhone યૂઝર્સ માટે ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડીનો સપોર્ટ આપ્યો હતો. હવે એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર્સ ફિંગરપ્રિન્ટ સ્કેનર ઇનેબલ કરી શકે છે.
હાલ WhatsAppના લેટેસ્ટ Beta Version 2.19.221 માં આ ફિચર આપવામાં આવ્યું છે. તેના માટે વોટ્સએપ સેટિંગ્સમાં અકાઉન્ટ પર જઈને આ ફિંગરપ્રિન્ટના ઓપ્શનને ઇનેબલ કરવું પડશે.
આ ફિચર Android Marshmallowથી ઉપરના વર્ઝનમાં આપવામાં આવ્યું છે. ફિંગરપ્રિન્ટ સ્કેનર દ્વારા તમે વૉટ્સએપને વધુ સિક્યોર કરી શકો છો. જો તમને આ ફિચર નથી મળી રહ્યું તો વૉટ્સએપ અપડેટ કરો, નહીં તો તમારે રાહ જોવી પડશે.
ioSની જેમ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન માટે ત્રણ ઑપ્શન આપવામાં આવ્યા છે. Immediately, After 1 minute અને 30 minute.જેનાથી તમે નક્કી કરી શકો છો કે વોટ્સએપ કેટલા સમય સુધી લોક કરવાનું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion