શોધખોળ કરો

વિવાદ વધતા WhatsAppએ નવી પૉલીસ પર શું કરી ચોખવટ, કેમ આપી રહી છે નવુ અપડેટ, જાણો વિગતે

વૉટ્સએપે શનિવારે કહ્યું કે, તેના નવા અપડેટથી ફેસબુકની સાથે ડેટા શેર કરવાની નીતિઓમાં કોઇ ફેરફાર નહીં આવે. વૉટ્સએપ પર ફેસબુકનો પુરેપુરો અધિકાર છે. વૉટ્સએપે આ સ્પષ્ટતા નવા અપડેટને લઇને દુનિયાભરમાં થઇ રહેલી નિંદા બાદ કરી છે

નવી દિલ્હીઃ વૉટ્સએપની નવી પૉલીસીને લઇને ઉઠેલા વિવાદ વચ્ચે કંપનીએ એક મોટી સ્પષ્ટતા કરી છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે શનિવારે કહ્યું કે, તેના નવા અપડેટથી ફેસબુકની સાથે ડેટા શેર કરવાની નીતિઓમાં કોઇ ફેરફાર નહીં આવે. વૉટ્સએપ પર ફેસબુકનો પુરેપુરો અધિકાર છે. વૉટ્સએપે આ સ્પષ્ટતા નવા અપડેટને લઇને દુનિયાભરમાં થઇ રહેલી નિંદા બાદ કરી છે. વૉટ્સએપએ આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાના યૂઝર્સને સેવાની શરતો અને ગોપનીયતાની નીતિ વિશે અપડેટ આપવાનુ શરૂ કરી દીધુ. વૉટ્સએપે આમાં જણાવ્યુ કે તે કઇ રીતે યૂઝર્સના ડેટાનુ પ્રસંસ્કરણ કરે છે, અને ડેટાને ફેસબુકની સાથે કઇ રીતે શેર કરે છે. અપડેટમાં એ પણ કહેવામાં આવ્યુ કે વૉટ્સએપની સેવાઓનો ઉપયોગ ચાલુ રાખવા માટે યૂઝર્સને આઠ ફેબ્રુઆરી 2021 સુધી નવી શરતો તથા નીતિઓથી સહમત થવુ પડશે. આના ઇન્ટરનેટ પર વૉટ્સએપના ફેસબુક સાથેના યૂઝર્સની જાણકારીઓ શેર કરવાને લઇને ચર્ચા શરૂ કરી દીધી છે. આ પછી સિગ્નલ અને ટેલિગ્રામ જેવી પ્રતિદ્વંદ્વી એપના ડાઉનલૉડમાં વધારો જોવા મળી રહ્યો છે. ટેસ્લાના પ્રમુખ એલન મસ્ક પણ આ ચર્ચમાં કુદી પડ્યા અને તેમને લોકોને વૉટ્સએપનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી હતી. વૉટ્સએપના પ્રમુખ વિલ કૈથાર્ટે એક પછી એક ટ્વીટ કરીને પોતાનો મત રજૂ કર્યો હતો. તેમને કહ્યું કે, કંપનીએ પોતાની નીતિ પારદર્શી હોવા અને પીપુલ ટૂ બિઝનેસના વૈકલ્પિક ફિચરની જાણકારી આપવા માટે અપડેટ કરી છે. વૉટ્સએપના પ્રમુખે આગળ કહ્યું કે એ સ્પષ્ટ થવુ અમારા માટે મહત્વપૂર્ણ છે કે આ અપડેટ કારોબાર સંબંધિત જાણકારીઓ આપવા માટે છે. આનાથી ફેસબુકની સાથે ડેટા શેર કરવા અમારી નીતિઓ પર કંઇજ અસર નથી પડવાનો.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget