શોધખોળ કરો
Advertisement
WhatsApp યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર, લોકડાઉનમાં એક સાથે આટલા લોકો સાથે કરી શકશો વીડિયો કોલ
લોકડાઉનના કારણે લોકો ઘરમાં કામ કરી રહ્યા છે. એવામાં વોટ્સએપનું આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
નવી દિલ્હીઃ વોટ્સએપએ તાજેતરમાં જ પોતાના બીટા એપમાં ગ્રુપ વીડિયો કોલ ફીચરમાં આઠ લોકોને એડ કરવાની સુવિધા આપી હતી. વોટ્સએપએ વીડિયો કોલ ફીચરમાં બીટા વર્ઝન ઉપયોગ કરી રહેલા યુઝર્સને આઠ લોકો સાથે વીડિયો કોલ કરવાની સુવિધા આપી હતી. પરંતુ હવે ફેસબુકે જાહેરાત કરી છે કે પ્રાઇવેટ વીડિયો કોલમાં આઠ લોકોને જોડનાર આ ફીચર આગામી સપ્તાહથી સામાન્ય યુઝર્સ એટલે કે પબ્લિક વર્ઝન પર પણ મળશે.
જાણકારી અનુસાર, એન્ડ્રોઇડ અને આઇઓએસ બંન્ને યુઝર્સ હવે વોટ્સએપ પર વીડિયો કોલ દરમિયાન આઠ લોકોને એડ કરી શકશે. નોંધનીય છે કે હજુ સુધી વોટ્સએપ વીડિયો કોલમાં ચાર લોકોને સામેલ કરી શકાય છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી એવા રિપોર્ટ આવી રહ્યા હતા કે વોટ્સએપ વીડિયો કેલમાં યુઝર્સની સંખ્યા વધારવા પર કામ કરી રહ્યુ છે.
લોકડાઉનના કારણે લોકો ઘરમાં કામ કરી રહ્યા છે. એવામાં વોટ્સએપનું એ ફીચર આવવાથી આઠ લોકો સુધી વીડિયો કોલ કરી શકશે. ગૂગલ ડુઓ, મીટ અને ઝૂમ જેવા એપમાં હાલમાં ચારથી વધુ લોકો ગ્રુપ વીડિયો કોલ કરી શકે છે.
વોટ્સએપ વીડિયો કોલિગ ફીચર મારફતે એન્ડ્રોઇડ યુઝર્સ પોતાના કોન્ટેક્સમાં જોડાયેલા લોકો સાથે વાત કરી શકે છે. વોટ્સએપનું આ ફીચર એન્ડ્રોઇડ 4.1થી ઉપરના વર્ઝન પર કામ કરે છે. વીડિયો કોલ માટે મજબૂત ઇન્ટરનેટ કનેક્શન હોવુ જરૂરી છે.
ગ્રુપ વીડિયો કોલ કરવા સૌ પ્રથમ કોલના ઓપ્શનમાં જાવ. જે બાદમાં કોઈ વ્યક્તિ સાથે કોલ કરો.કોલ ઉપાડ્યા બાદ તમને ઉપર બાજુ એડ કે પ્લેસની નિશાની બતાવશે.જ્યાં જઈ કોલ દરમિયાન તમે અન્ય લોકોને એડ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
શિક્ષણ
Advertisement