શોધખોળ કરો

WhatsApp Privacy Update: WhatsApp એ પ્રાઈવેસીમાં આ મોટુ  અપડેટ કર્યું, જાણો માર્ક જુકરબર્ગે શું કહ્યું ? 

WhatsApp Privacy Update: ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે(mark Zuckerberg) વોટ્સએપને લઈને મોટી જાહેરાત કરી છે.

WhatsApp Privacy Update: ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે(mark Zuckerberg) વોટ્સએપને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે શુક્રવારે પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું, “અમે વ્હોટ્સએપમાં પ્રાઈવેસી અને સુરક્ષાની વધુ એક સ્તર ઉમેરી રહ્યા છીએ. તેમાં બેકઅપ્સ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન વિકલ્પ શામેલ છે જે લોકો Google ડ્રાઇવ અથવા iCloud માં સ્ટોર કરવાનું પસંદ કરી શકે છે.

માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, "વોટ્સએપ આ સ્કેલની પ્રથમ વૈશ્વિક મેસેજિંગ સેવા છે જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ અને બેકઅપ ઓફર કરે છે, અને ખરેખર એક ટેકનિકલ પડકાર હતી જેને ઓપરેટિંગ સિસ્ટમમાં સ્ટોરેજ અને ક્લાઉડ સ્ટોરેજ માટે સંપૂર્ણપણે નવા માળખાની જરૂર હતી.

વોટ્સએપે આ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની જાહેરાત કરી છે  જેથી વ્યાપક ટેકનિકલ કોમ્યુનિટીના નવા દ્રષ્ટીકોણ સાથે બીટા ટેસ્ટર્સ અને દરરોજના યૂઝર્સ માટે ઉપલબ્ધ થવા પહેલા તૈયાર કરવામાં આવી શકે.

વોટ્સએપનું નવું ફીચર વૈકલ્પિક ફીચર તરીકે બહાર પાડવામાં આવશે અને ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ iOS અને એન્ડ્રોઈડ યુઝર્સ માટે આગામી સપ્તાહમાં રોલઆઉટ કરવામાં આવશે.

હાલમાં, વોટ્સએપનું બેકઅપ મેનેજમેન્ટ વોટ્સએપ ડેટા (ચેટ મેસેજીસ, ફોટા વગેરે) નો બેકઅપ સ્ટોર કરવા એપલ આઇક્લાઉડ અથવા ગૂગલ ડ્રાઇવ પર આધાર રાખે છે.

આજે નહીં પણ દિવાળી પર લોન્ચ થશે JioPhone Next ફોન, જાણો કંપનીએ શું કારણ આપ્યું....

ભારતમાં 10 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવવાનો હતો તે હવે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં એટલે કે દિવાળીની આસપાસ લોન્ચ થશે. વાસ્તવમાં વિશ્વભરમાં ચીપની અછતને કારણે ફોનના લોન્ચિંગમાં વિલંબ થઈ રહ્યો છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓનો ગૂગલ સંચાલિત જિઓ ફોન વિશ્વનો સૌથી સસ્તો ફોન બનવા જઈ રહ્યો છે.

રિલાયન્સ જિઓએ ગુરુવારે મોડી રાત્રે એક નિવેદન જારી કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને કંપનીઓએ મર્યાદિત વપરાશકર્તાઓ સાથે જિઓફોન નેક્સ્ટનું પરીક્ષણ શરૂ કર્યું છે અને દિવાળીના તહેવારોની સીઝન માટે તેને વધુ વ્યાપકપણે ઉપલબ્ધ કરાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. આ વધારાનો સમય વર્તમાન વૈશ્વિક સેમિકન્ડક્ટરની અછતને ઘટાડવામાં પણ મદદ કરશે.

લોન્ચિંગમાં વિલંબ થયો હોવા છતાં, જિઓ અને ગૂગલે બહુપ્રતિક્ષિત JioPhone નેક્સ્ટ લોન્ચ કરવાની દિશામાં મોટી પ્રગતિ કરી છે. મેડ ફોર ઇન્ડિયા સ્માર્ટફોન બંને કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે ભારતના 300 મિલિયન ફીચર ફોન યુઝર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 24 જૂને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ગણેશ ચતુર્થી નિમિત્તે 10 સપ્ટેમ્બરે JioPhone Next લોન્ચ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । સુરત SOGએ ઝડપી પાડયો નશાકારક ગોળીનો જથ્થોMalaysia । મલેશિયામાં બે સૈન્ય હેલીકોપ્ટર અથડાયા, દુર્ઘટનામાં 10 લોકોના નિપજ્યા મોતSurat News । સુરત રેલવે સ્ટેશન પર બની મારામારીની ઘટના, જુઓ શું છે સમગ્ર મામલોSalman Khan News । અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં તપાસ થઇ તેજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
DGCA ની નવી ગાઇડલાઇન- હવે 12 વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો આ નિયમ
DGCA ની નવી ગાઇડલાઇન- હવે 12 વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો આ નિયમ
એસ. જયશંકરનું મોટું નિવેદન, અગાઉની સરકારોની વિદેશ નીતિમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણની ઝલક દેખાતી હતી
એસ. જયશંકરનું મોટું નિવેદન, અગાઉની સરકારોની વિદેશ નીતિમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણની ઝલક દેખાતી હતી
Lok Sabha Election 2024 Live: પરષોતમ રૂપાલાએ ફરી કરી અપીલ, મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા કહ્યું....
Lok Sabha Election 2024 Live: પરષોતમ રૂપાલાએ ફરી કરી અપીલ, મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા કહ્યું....
Surat:‘જનતાનો ગદ્દાર’: સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે પહોંચી કોગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
Surat:‘જનતાનો ગદ્દાર’: સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે પહોંચી કોગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
Embed widget