Xiaomiના આ 5જી ફોને મચાવ્યો માર્કેટમાં તરખાટ, માત્ર 5 મિનિટમાં વેચાયા 230 કરોડ રૂપિયાના હેન્ડસેટ
Xiaomiના Civi 5G સ્માર્ટફોન તાજેતરમાં ચીનમાં લોન્ચ થયો છે. આ ફોન ભારતમાં લોન્ચ થવાની રાહ જોવામાં આવી રહી છે. આ ફોન ક્યારે લોન્ચ દેશમાં લોન્ચ થશે તેને લઇ કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.
ચીનની સ્માર્ટફોન કંપની Xiaomi એ તાજેતરમાં જ 5જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ધાંસૂ ફોનનો પ્રથમ સેલ 30 સપ્ટોમ્બરે હતો. જેમાં આ ફોને વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ સ્માર્ટફોન એટલો પોપ્યુલર થયો કે પાંચ જ મિનિટમાં 230 કરોડ રૂપિયાના હેન્ડસેટ વેચાઇ ગયા હતા. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 778જી પ્રોસેસર અને 64 મેગાપિક્સલનો કેમેરો છે. ફોનને કંપનીએ CNY 2599 એટલેકે આશરે 29,600 રૂપિયાની પ્રારંભિક કિમેત લોન્ચ કર્યો છે. આવો જાણીએ ફીચર્સ અંગે
સ્પેસિફિકેશંસ
Xiaomiના Civiમાં 6.5 ઈંચની ફૂલ એચડી + OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યૂશન (1080 x 400) પિક્સલ છે. તેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. આ ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં ઓક્ટોકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G પ્રોસેસરનો ઉપયોગ કરાયો છે. જેમાં 8GB રેમ અને 256 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.
કેમરો
Xiaomiના Civi ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો પ્રાયમરી કેમેરા 64 મેગાપિક્સલનો છે. 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.
બેટરી અને કનેક્ટિવિટી
પાવર માટે Xiaomi Civiમાં 4500mAh બેટરી આપવામાં આવી છે. જે 55 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ફોનની બેટરી માત્ર 36 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ ફોન બ્લુ, બ્લેક અને પિંક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
કોની સાથે થશે મુકાબલો
Xiaomi Civi નો ભારતમાં મુકાબલો iQOO Z5 સ્માર્ટ ફોન સાથે થશે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેનું રિઝોલ્યુશન (1080x2400 પિક્સલ) છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં સ્નેપડ્રેગન 778G પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. IQOO Z5 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો પ્રાયમરી કેમેરો 64 મેગાપિક્સલનો હશે. 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એંગલ છે. 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. 5000mAh ની બેટરી આપવામાં આવી છે.