શોધખોળ કરો
Advertisement
YouTubeમાં એડ થયુ આ ખાસ ફિચર, રાત્રે મોડે સુધી નહીં જોઇ શકાય વીડિયો
આ નવા ફિચરનુ નામ છે 'બેડ ટાઇમ રિમાઇન્ડર'.. નામથી જ જાણી શકાય છે કે, તમે યુટ્યૂબ પર રિમાઇન્ડર સેટ કરી શકો છો. એટલે કે જો તમે રાત્રે મોડે સુધી વીડિયો જોતા હોય તો તમને તમારો નક્કી કરેલો સમય યાદ અપાવશે, આમ તમે રાત્રે મોડે સુધી વીડિયો નહીં જોઇ શકો
નવી દિલ્હીઃ યુટ્યૂબ પોતાના યૂઝર્સ માટે એક ખાસ નવુ ફિચર લઇને આવ્યુ છે, આ નવા ફિચરનુ નામ છે 'બેડ ટાઇમ રિમાઇન્ડર'.. નામથી જ જાણી શકાય છે કે, તમે યુટ્યૂબ પર રિમાઇન્ડર સેટ કરી શકો છો. એટલે કે જો તમે રાત્રે મોડે સુધી વીડિયો જોતા હોય તો તમને તમારો નક્કી કરેલો સમય યાદ અપાવશે, આમ તમે રાત્રે મોડે સુધી વીડિયો નહીં જોઇ શકો.
ખાસ કરીને લોકો યુટ્યૂબ પર રાત્રે કલાકો સુધી વીડિયો જુઓ છે, લૉકડાઉન દરમિયાન આ જોવા મળ્યુ છે, આને ધ્યાનમાં રાખીને યુટ્યૂબે 'બેડ ટાઇમ રિમાઇન્ડર' ફિચર લૉન્ચ કર્યુ છે. આ ફિચર યૂઝરને યાદ અપાવશે કે તમે મોડે સુધી અને નક્કી કરેલા સમયથી વધુ સમય સુધી વીડિયો જોઇ રહ્યાં છો.
તમે તમારી મરજી પ્રમાણે યુટ્યૂબ પર 'બેડ ટાઇમ રિમાઇન્ડર' સેટ કરી શકો છો. તમે ઓપ્શનમાં સ્કિપ પણ કરી શકો છો કે પછી તેને ફરીથી વર્ક એક્સેપ્ટ કરીને વીડિયો બંધ કરી શકો છો.
નોંધનીય છે કે યુટ્યૂબે આ ફિચર Android અને iOS બન્ને પર રિલીઝ કરી દીધુ છે, જે આગામી દિવસોમાં દરેક યૂઝર્સને ફોનમાં પણ મળી જશે. આ ફિચર દ્વારા યૂઝર 15, 30, 60, 90, 80 મિનીટનો બ્રેકસેટ કરીને આ ફિચરનો ઉપયોગ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement