શોધખોળ કરો

Google Diwali Gift: ગૂગલે ભારતમાં 5 ખાસ AI ફીચર્સ લોન્ચ કર્યા, કહ્યું - હવે જે થશે તે જોરદાર....

Google For India 2024: ગૂગલે ભારતને તહેવારની સીઝનની શરૂઆત થતાં જ કેટલીક શાનદાર ભેટો આપી છે. આજે ગૂગલે ભારતમાં યોજાયેલા પોતાના વાર્ષિક ઇવેન્ટમાં કેટલાક શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે.

Google Event in India: ગૂગલે દિવાળી આવતા પહેલા ભારતીય યુઝર્સને એક શાનદાર ભેટ આપી છે. કંપનીએ ભારતમાં આજે એટલે કે 3 ઓક્ટોબરે યોજાયેલા પોતાના વાર્ષિક ઇવેન્ટમાં ઘણા AI ટૂલ્સ અને ફીચર્સ સાથે આવે છે.

ભારતમાં લોન્ચ કરેલા આ નવીન AI ફીચર્સ વિશે ગૂગલે કહ્યું કે, આ ભારતીય યુઝર્સના જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. ગૂગલે આ માટે હિન્દી ભાષામાં એક ટેગલાઇનનો ઉપયોગ કર્યો, જેમાં કહ્યું   "જે હવે થશે, ગજબ થશે." ચાલો આપણે ગૂગલ ફોર ઇન્ડિયા 2024 ઇવેન્ટમાં લોન્ચ થનારા 5 મજેદાર ફીચર્સ વિશે જાણીએ.

જેમિની લાઇવ શું છે?

જેમિની લાઇવ એક એડવાન્સ્ડ AI પ્લેટફોર્મ છે જે ગૂગલે લોન્ચ કર્યું છે, જે વાસ્તવિક સમયમાં ડેટા પ્રોસેસિંગ અને એનાલિટિક્સની સુવિધા પ્રદાન કરે છે. આ પ્લેટફોર્મ વિવિધ ઉદ્યોગો માટે અત્યંત ઉપયોગી છે, કારણ કે તે મોટા પ્રમાણમાં ડેટાને ઝડપથી પ્રોસેસ કરી શકે છે અને મહત્વપૂર્ણ ઇનસાઇટ્સ પ્રદાન કરી શકે છે.

જેમિની લાઇવ પહેલાં અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ હતું. હવે ગૂગલે તેને ભારતમાં હિન્દી ભાષા સાથે 8 અન્ય ભાષાઓ (બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, તેલુગુ, તમિલ અને ઉર્દૂ)માં લોન્ચ કર્યું છે. યુઝર્સ આજથી જ તેનો લાભ લઈ શકે છે. જેમિની લાઇવ દ્વારા કોઈપણ વ્યક્તિ લાઇવ પ્રશ્નોના જવાબ જેમિની લાઇવ પાસેથી પૂછી શકે છે.

ગૂગલે એક ઉદાહરણ તરીકે સમજાવ્યું કે જો તમે કોઈ ઇન્ટરવ્યૂમાં બેઠા છો, જ્યાં તમને ઇન્ટરવ્યૂ લેનારની ભાષા અથવા કોઈ પ્રશ્ન સમજાતો નથી, તો તમે જેમિની લાઇવથી લાઇવ જ તે પ્રશ્નોના જવાબો પૂછી શકો છો. આ ઉપરાંત તમે તમારા ઇન્ટરવ્યૂના સંભવિત ફોલો અપ પ્રશ્નો પણ લાઇવ જ જેમિની લાઇવથી પૂછી શકો છો.

વિડિયોને પણ ગૂગલ લેન્સથી સર્ચ કરી શકશો

અત્યાર સુધી તમે ગૂગલ લેન્સનો ઉપયોગ કોઈ ચિત્રની ફોટો લઈને તેના વિશે સર્ચ કરવા માટે કર્યો હશે, પરંતુ હવે તમે ફોટો સાથે કોઈ વિડિયોને પણ ગૂગલ લેન્સમાં કેપ્ચર કરીને તેના વિશે માહિતી સર્ચ કરી શકો છો.

ગૂગલે પોતાના ઇવેન્ટમાં ઉદાહરણ તરીકે બતાવ્યું કે જો રસોડામાં તમારું કૂકર બરાબર કામ નથી કરતું તો તમે તેનો એક વિડિયો રેકોર્ડ કરીને ગૂગલ લેન્સથી તેના વિશે સર્ચ કરી શકો છો કે તેમાં શું તકલીફ થઈ છે અને તેને કેવી રીતે ઠીક કરી શકાય છે.

ગૂગલ પે UPI સર્કલ લોન્ચ થયું

ગૂગલે પોતાની ઓનલાઇન પેમેન્ટ સર્વિસ ગૂગલ પેમાં એક નવા ફીચર UPI સર્કલને રિલીઝ કર્યું છે. UPI સર્કલની મદદથી કોઈપણ યુઝર પોતાના મિત્રો અથવા સંબંધીઓ માટે પણ માત્ર એક ક્લિકમાં પેમેન્ટ કરી શકશે.

ગૂગલે ઉદાહરણ આપતા જણાવ્યું કે જો કોઈ કિશોર કોઈ દુકાન પર કોઈ સામાન ખરીદવા ગયો, પરંતુ તેની પાસે પેમેન્ટ કરવા માટે રોકડ અથવા UPI ID નથી, તો તે UPI સર્કલ દ્વારા સરળતાથી પોતાના માતા પિતાને પેમેન્ટ કરવા માટે વિનંતી કરી શકશે, જેમને એક પોપ અપ નોટિફિકેશન આવશે અને તેઓ સરળતાથી પોતાના બાળક માટે પેમેન્ટ કરી શકશે.

ગૂગલ અને અપોલો હોસ્પિટલની ભાગીદારી

ગૂગલ અને અપોલો હોસ્પિટલે સ્વાસ્થ્ય જ્ઞાન પેનલ (Health Knowledge Panels) માટે ભાગીદારી કરી છે, જેમાં જેમિની લાઇવ (Gemini Live) એજન્ટનો ઉપયોગ અપોલો ક્લાયન્ટ (Apollo Client) સાથે કરવામાં આવશે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુવિધાજનક અને પ્રભાવશાળી બનાવવાનો છે.

આ ભાગીદારીની મદદથી ગૂગલના મફત AI ટૂલ્સ (Free AI Tools)નો ઉપયોગ કરીને, અપોલો હોસ્પિટલ પોતાના દર્દીઓને વધુ સારી સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરી શકશે. આ પહેલ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં AI અને મશીન લર્નિંગના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

1 કરોડ ભારતીયો માટે ગૂગલનો AI કોર્સ

ગૂગલે AI Skills House લોન્ચ કર્યું છે. આ એક લર્નિંગ પ્રોગ્રામ છે જેમાં વિદ્યાર્થીઓ, નોકરી શોધનારાઓ, શિક્ષકો, ડેવલપર્સ અને સરકારી અધિકારીઓ માટે AI કોર્સ શામેલ છે. ગૂગલની આ પહેલનો ઉદ્દેશ્ય 10 મિલિયન એટલે કે 1 કરોડ ભારતીયોને AI નોલેજ આપવાનો છે. ગૂગલના આ સ્કિલ હાઉસ લર્નિંગ પ્રોગ્રામમાં ત્રણ કોર્સ શામેલ છે: Introduction to Generative AI, Introduction to Responsible AI અને Introduction to Large Language Models.

ગૂગલના આ AI કોર્સ યુટ્યુબ અને ગૂગલ ક્લાઉડ પર બિલકુલ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે, તેની શરૂઆત માત્ર અંગ્રેજી ભાષામાં જ થશે, પરંતુ ટૂંક સમયમાં જ તેને 7 અન્ય ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, ગૂગલ હિન્દી ભાષી લોકો માટે Google AI Essentials અને GenAI for Educators કોર્સ પણ લાવશે.

આ પણ વાંચોઃ

લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
Embed widget