શોધખોળ કરો
Advertisement
PUBG લવર્સ માટે ખુશખબર, હવે આ રીતે થઈ શકે છે આ પોપ્યુલર ગેમની ભારતમાં વાપસી
PUBG Mobile અને એરટેલ બન્ને તરફથી આ ભાગીદારીને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
નવી દિલ્હીઃ છેલ્લા ઘણાં દિવસોથી કેન્દ્ર સરકારે સુરક્ષાનું કહીને PUBG Mobile સહિત અનેક ચાઈનીઝ એપ પર ભારતમાં પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે આ જાણીતી ગેમના ભારતમાં કરોડો યૂઝર્સ છે માટે કંપની આ ગેમની કોઈપણ રીતે ભારતમાં વાપસી કરવા માગે છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે કંપની રિલાયન્સ જિઓની સાથે ગેમને ફરી લાવવા માગે છે. જ્યારે હવે તેને લઈને નવી જાણકારી સામે આવી છે.
એરટેલની સાથે કરી શકે છે વાપસી
કંપની એરટેલની સાથે હાથ મીલાવીને આ ગેમની ભારતમાં વાપસી કરાવવા માગે છે. એક રિપોર્ટ અનુસાર PUBG Mobileની ટેલિકોમ ઓપરેટર એરટેલની સાથે વાત ચાલી રહી છે. કહેવાય છે કે, એરટેલની સાથે મળીને પબજી ફરી એક વખત ભારતીય યૂઝર્સને રમવાની તક મળશે. રિપોર્ટ અનુસાર તેના માટે PUBG ભારતમાં કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યૂ પણ લઈ રહી છે અને કંપની ચારથી છ વર્ષના અનુભવી વર્કર્સ શોધી રહી છે.
સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું
જોકે PUBG Mobile અને એરટેલ બન્ને તરફથી આ ભાગીદારીને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. માટે એ કહેવું હાલમાં શક્ય નથી કે PUBG Mobile ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોલ પર વાપસી ક્યારે કરશે. તેના માટે PUBG લવર્સે હજુ ઘણી રાહ જોવી પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
સમાચાર
Advertisement