Android યુઝર્સ માટે ગૂડ ન્યુઝ, હવે પોતાના ડિવાઇસ પર Apple TVનો લઇ શકશો આનંદ
હવે એન્ડ્રોઇડ યુઝર્સ પણ એપલ ટીવી પરથી મૂવીઝ અને વેબ શોનો આનંદ માણી શકશે. Appleએ સત્તાવાર રીતે તેની ટીવી એપ્લિકેશનને Android ઉપકરણો માટે ઉપલબ્ધ કરાવી છે.

હવે એન્ડ્રોઈડ યુઝર્સ પણ તેમના ડિવાઈસ પર એપલ ટીવીનો આનંદ લઈ શકશે. Apple TV+ લૉન્ચ કર્યાના લગભગ 5 વર્ષ પછી, Appleએ Android સ્માર્ટફોન, ટેબલેટ અને ફોલ્ડ કરી શકાય તેવા ઉપકરણો માટે તેની ટીવી એપ્લિકેશન લૉન્ચ કરી છે. આ સાથે, Android ફોન્સ પર Apple TV+ સામગ્રીને સ્ટ્રીમ કરવાની એક સરળ રીત ખુલી ગઈ છે.
ગૂગલ પ્લે સ્ટોર પર લાઇવ થઇ છે એપ
આજથી એન્ડ્રોઇડ યુઝર્સ તેમના ડિવાઇસ પર Apple TV એપ ડાઉનલોડ કરી શકશે. તે ગૂગલ પ્લે સ્ટોર પર લાઈવ થઈ ગયું છે. આજથી પહેલા, એન્ડ્રોઇડ યુઝર્સ Apple TV+ પરથી કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકતા હતા, પરંતુ આ માટે તેમણે ઘણી મહેનત કરવી પડી હતી. આ માટે તેઓએ વેબ બ્રાઉઝર અથવા પ્રાઇમ વિડીયોનો આશરો લેવો પડ્તો, જે યુઝર એક્સપીરિયન્સની દ્રષ્ટિએ ઘણી મુશ્કેલ હતું. હવે એન્ડ્રોઇડ યુઝર્સ આ સેવાને તેમના ડિવાઇસમાંથી કોઈપણ મુશ્કેલી વિના સ્ટ્રીમ કરી શકશે.
એપલે ગયા વર્ષે સંકેત આપ્યો હતો
એપલ લાંબા સમયથી આ દિશામાં કામ કરી રહ્યું હતું. ગયા વર્ષે મે મહિનામાં, કંપનીએ Android માટે Apple TV+ એપ લાવવાનો સંકેત આપ્યો હતો અને હવે તે ઉપલબ્ધ થઈ ગઈ છે. આ પહેલા પણ એપલની કેટલીક એપ્સ એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. તેમાં Apple Music, Apple Music Classic અને Tracker Detect વગેરેનો સમાવેશ થાય છે.
નવા યુઝર્સને મળી રહ્યું છે એક એક સપ્તાહનું ટ્રાયલ
કિંમતના સંદર્ભમાં નવી એપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેને ભારતમાં 99 રૂપિયાના માસિક સબ્સ્ક્રિપ્શન પર સ્ટ્રીમ કરી શકાય છે અને નવા યુઝર્સને એક સપ્તાહની ફ્રી ટ્રાયલ મળી રહી છે. આ સબ્સ્ક્રિપ્શનમાં યુઝર્સને કોઈ જાહેરાતો બતાવવામાં આવશે નહીં. એપમાં યુઝર્સને ઓફલાઈન ડાઉનલોડ, વોચલિસ્ટ, સતત જોવા જેવી ઘણી સુવિધાઓ મળશે. જો કે, એન્ડ્રોઇડ યુઝર્સને ગૂગલ કાસ્ટ સપોર્ટ માટે થોડી રાહ જોવી પડશે.





















