Google: હવે નહીં રહે કોઇ ટેન્શન, Google Maps માં ઇન્ટરનેટ વિના જ શેર કરી શકશો લૉકેશન, જાણો કઇ રીતે ?
ટેકની દુનિયાના લોકપ્રિય ટીપસ્ટર એસેમ્બલ ડીબગે આ ફીચર વિશે માહિતી આપતા કહ્યું કે ગૂગલ મેપ્સ સેટેલાઇટ કનેક્ટિવિટી ફિચર હાલમાં બીટા વર્ઝન 11.125 માટે લૉન્ચ કરવામાં આવ્યું છે
Google Maps New Feature: ગૂગલ મેપ્સ પર એક શાનદાર ફિચર લાવવા જઈ રહ્યું છે, જે સેટેલાઇટ કનેક્ટિવિટીને સારી બનાવશે. આમાં યૂઝર્સ Wi-Fi અને સેલ્યૂલર નેટવર્ક વિના પણ લૉકેશન શેર કરી શકશે. આ ફિચર એવા લોકો માટે ખૂબ જ ખાસ સાબિત થશે જેમના વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા છે. ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ જ યૂઝર્સ આ ફિચરનો ઉપયોગ કરી શકશે.
ટેકની દુનિયાના લોકપ્રિય ટીપસ્ટર એસેમ્બલ ડીબગે આ ફીચર વિશે માહિતી આપતા કહ્યું કે ગૂગલ મેપ્સ સેટેલાઇટ કનેક્ટિવિટી ફિચર હાલમાં બીટા વર્ઝન 11.125 માટે લૉન્ચ કરવામાં આવ્યું છે. આ અપડેટની સૌથી ખાસ વાત એ હશે કે યૂઝર્સ ઇન્ટરનેટ વિના પણ ગૂગલ મેપ્સમાં પોતાનું લૉકેશન શેર કરી શકશે, પરંતુ તેની પણ એક મર્યાદા છે. આમાં યૂઝર્સ આ લોકેશનને દિવસમાં માત્ર 5 વખત શેર કરી શકશે. આ સાથે આ દર 15 મિનિટના અંતરાલથી જ શક્ય બનશે.
ઇમર્જન્સી માટે કારગર સાબિત થશે આ ફિચર
ગૂગલ મેપ્સમાં સેટેલાઈટ કનેક્ટિવિટી કોઈપણ ઈમરજન્સીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ફિચરના રૉલઆઉટ અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આ સાથે, આ ફિચરને એન્ડ્રોઇડ ડિવાઇસ સાથે ક્યારે કનેક્ટ કરવામાં આવશે તેની વિગતો પણ જાહેર કરવામાં આવી નથી.
આ પહેલા આવ્યુ છે આ ફિચર
અગાઉ, ગૂગલ મેપ્સે 3D બિલ્ડીંગ્સ નામનું એક ફિચર ઉમેર્યું છે, જેમાં નેવિગેશન જોતી વખતે તે રૂટ પર જ્યાં પણ બિલ્ડીંગ હશે, ત્યાં તમને 3D ડાયમેન્શનમાં જોવાની સુવિધા મળશે. આનાથી મુસાફરોને પહેલા કરતા નેવિગેશનનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ બનશે. આ ફિચરનું છેલ્લા કેટલાક સમયથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ફિચર ગૂગલ મેપ્સના બીટા વર્ઝન 125માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આવનારા સમયમાં Google સામાન્ય યૂઝર્સ માટે પણ તેની નેવિગેશન સેવામાં આ વિશેષ સુવિધા લૉન્ચ કરવા જઈ રહ્યું છે.