Apps: મોબાઇલની પાંચ બેસ્ટ એપ્સ, જેનાથી તમે વીડિયોમાં આપી શકશો મ્યૂઝીકથી લઇને સ્ટીકર અને સ્લૉ મૉશનથી સુધીની ઇફેક્ટ
વીડિયો એડિટ કરવા માટે તમને એક ખાસ અને બેસ્ટ Video Editing App ની જરૂર પડશે. જાણો આ રહી Top 5 Video Editing Apps,
Best Video Editing Apps: જો તમે કોઇ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં પોતાના વીડિયોને શેર કરવા વિશે વિચારી રહ્યાં છે, તો વીડિયો એડિટ કરવા માટે તમને એક ખાસ અને બેસ્ટ Video Editing App ની જરૂર પડશે. જાણો આ રહી Top 5 Video Editing Apps, જેનાથી તમે મોબાઇલમાંથી પ્રૉફેશનલી વીડિયો એડિટ કરી શકો છો.
Top 5 Video Editing Apps -
Action Director -
આ એપની મદદથી તમે વીડિયો સ્પીડને પોતાની અનુસાર વધારી કે ઘટાડી શકો છો. આ એપમાં લાઇવ વીડિયો રેકોર્ડિંગ અને એડિટિંગ બન્નેનુ ફિચર મળે છે. Action Director એપમાં તમને કેટલાય ફિલ્ટર્સ, લેયર્સ, ટેક્સ્ટ, એનિમેશન વગેરે મળે છે. આની સાથે જ વીડિયોને તમે 4K quality માં ડાઉનલૉડ કરી શકો છો.
Viva Video -
આ એપ ઇન્સ્ટન્ટ વીડિયો એડિટિંગ માટે ખુબ લોકપ્રિય છે, આમાં તમને બેસિક વીડિયો એડિટંગ ફિચર મળી જશે, જેવા કે ઇફેક્ટ્સ, ફિલ્ટર, સ્ટિકર, ટેક્સ્ટ્સ, ક્રૉપ, ટ્રિમ આ ઉપરાંત વીડિયોની સ્પીડ જરૂરિયાત પ્રમાણે વધારી કે ઘટાડી શકો છો.
Kine Master -
આ પણ ખુબ લોકપ્રિય વીડિયો એડિટિંગ એપ છે, આ એપમાં તમને વીડિયો એડિટિંગના લગભગ તમામ ફિચર મળી જશે, જેની મદદથી તમે તમારા Videoને બિલકુલ પ્રૉફેશનલ રીતે એડિટ કરી શકો છો. આ એપમાં Video, Images, Text, Effects, Overlays, Stickers, Handwriting Combine વગેરે ફિચર્સ મળેલ છે.
Filmora Go -
આ એપને લોકો ખુબ પસંદ કરે છે, આ એપને અત્યાર સુધી Google Play Store પર 10 M+ ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે. FilmoraGo App માં વીડિયો એડિટિંગના બેસિક ફિચર મળે છે, જેવા કે - Cutting, Trimming, Add Music વગેરે.
Power Director -
આ એપમાં પણ તમે તમારા વીડિયોને બહુ જ સારી રીતે એડિટ કરી શકો છો, આ એપમાં તમને કેટલાય એડવાન્સ ફિચર્સ જોવા મળી જશે. Power Director એપમાં તમને લગભગ KineMaster ના તમામ ફિચર મળી જશે. 4 K Video, Chroma Key, Slow-Motion editor આ એપના ખાસ ફિચર્સ છે. આ એપ ઇન્સ્ટન્ટ વીડિયો એડિટિંગ માટે ખુબ લોકપ્રિય છે, આમાં તમને બેસિક વીડિયો એડિટંગ ફિચર મળી જશે