(Source: ECI/ABP News/ABP Majha)
Data: એટરેલ-વીઆઇને ટક્કર આપવા જિઓએ લૉન્ચ કર્યા બે સ્પેશ્યલ પ્લાન, ધાંસૂ ઇન્ટરનેટ સ્પીડ માટે કરો રિચાર્જ
રિલાયન્સ જિઓએ પોતાના પ્રીપેડ કસ્ટમર્સ માટે 2 નવા પ્લાન લૉન્ચ કર્યા છે.
Jio And Tech News: ભારતની ટેલિકૉમ દિગ્ગજ જિઓએ પોતાના ગ્રાહકોને એક મોટા અને સારા સમાચાર આપ્યા છે. રિલાયન્સ જિઓએ પોતાના પ્રીપેડ કસ્ટમર્સ માટે 2 નવા પ્લાન લૉન્ચ કર્યા છે. આમાં કસ્ટમર્સને કૉલિંગ, MMS અને ઇન્ટરનેટ ડેટાનો બેનિફિટ્સ મળી રહ્યો છે. આ ઉપરાંત કંપની કેટલીક OTT એપ્સનું સબસ્ક્રિપ્શન પણ આપી રહી છે.
રિલાયન્સ જિઓએ લૉન્ચ કર્યા બે નવા ધાંસૂ પ્લાન્સ -
Jioએ 739 અને 789 રૂપિયાના બે પ્લાન લૉન્ચ કર્યા છે. 739 રૂપિયાના પ્લાનમાં કસ્ટમર્સને 84 દિવસ માટે ડેઇલી 1.5GB ડેટા, 100 SMS, અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત કંપની ગ્રાહકોને JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity અને JioCloudની એક્સેસ પણ આપે છે. 789 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ડેઇલી 2GB ડેટા, 100 SMS અને અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ પેકની વેલિડિટી પણ 84 દિવસની છે. આ સાથે કંપની JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity અને JioCloud પર સબ્સ્ક્રિપ્શન પણ ઓફર કરે છે.
આ પહેલા જિઓએ પોતાના પૉર્ટફોલિયોમાં કેટલાક નવા પ્લાન એડ કર્યા હતા. 269 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ માટે ડેઇલી 1.5GB ડેટાનો લાભ મળે છે. 529 રૂપિયા 56 દિવસ માટે 1.5GB ડેટા પ્રતિ દિવસ અને 589 રૂપિયા 56 દિવસ માટે ડેઇલી 2GB ડેટા ઓફર કરે છે. Jioની જેમ એરટેલ પણ 84 અને 90 દિવસ માટે 4 પ્લાન ઓફર કરે છે, જેની કિંમત 999, 839, 779 અને 719 રૂપિયા છે. 779 રૂપિયાનો પ્લાન 90 દિવસ માટે ડેઇલી 1.5GB ડેટા, 100 SMS અને અનલિમીટેડ કૉલિંગ લાભ આપે છે. આવી જ રીતે 84 દિવસ માટે 1.5GB પ્રતિ દિવસ 719 રૂપિયામાં, 2GB પ્રતિ દિવસ 839 રૂપિયામાં અને 2.5GB પ્રતિ દિવસ 999 રૂપિયામાં અવેલેબલ છે.
જિયોસિનેમાએ રચ્યો ઈતિહાસ, IPLના પ્રસારણમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ -
ટાટા આઈપીએલ 2023માં જિયોસિનેમાના ડિજિટલ પાવરપ્લેએ આ રમતને નિહાળવાની આખી પ્રણાલિમાં એક નવા યુગની શરુઆત કરતા વિશ્વવિક્રમને તોડી નાંખ્યો. ટાટા આઈપીએલ 2023 વિશ્વસ્તરે સૌથી વધુ સંખ્યામાં જોવાનારી ડિજિટલ ઈવેન્ટ બની ચૂકી છે. આ જ કારણ છે કે જિયોસિનેમાએ એક પછી એક લગલગાટ ગ્લોબલ બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. તેનું સૌથી મોટું અને લેટેસ્ટ દૃષ્ટાંત એ છે કે અત્યારસુધીની સૌથી રોમાંચક ટાટા આઈપીએલ ફાઈનલને જોવા માટે 12 કરોડથી વધુ યુનિક દર્શકોએ ટ્યૂનિંગ-ઈન કર્યું.
જિયોસિનેમાના રેકોર્ડતોડ કન્ઝ્યૂમર એંગેજમેન્ટની પાછળનું મુખ્ય કારણ એ હતું કે ટાટા આઈપીએલના આ સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનરે 2023 સિઝનને 12 ભાષાઓમાં ફેન્સની સામે પ્રસ્તુત કરી હતી, જેમાં 4K સહિત 17 ફીડ્સ હતા. આ પ્રસારણ દર્શકોને એઆર-વીઆર અને 360 ડિગ્રી વ્યૂઈંગની સાથે મેચને દરેક ખૂણેથી જોવાની સ્વતંત્રતા આપતું હતું. આ કારણે આઈપીએલ જોવાની ફેન્સની અનુભૂતિ પહેલા કરતા વધુ રોમાંચક અને એક્શનથી ભરપૂર બની ગઈ હતી. આ કારણે દર મેચ દીઠ દર્શકો દ્વારા આ પ્લેટફોર્મ પર સરેરાશ 60 મિનિટ પસાર કરવામાં આવી હતી. જિયોસિનેમા 2.5 કરોડથી વધુ ડાઉનલોડ રજિસ્ટર કરી ચૂક્યું છે. આ એક જ દિવસમાં સૌથી વધુ ઈન્સ્ટોલ કરવામાં આવેલી કોઈ પણ એપની વિક્રમજનક સંખ્યા છે. પહેલા ચાર સપ્તાહ દરમિયાન તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને ત્યારબાદ, જિયોસિનેમાએ ફેન્સને રાજી-રાજી કરી દેતા 360-ડિગ્રી વ્યૂઈંગ ફીચર જારી કર્યું, જે ડિજિટલ પર ઈમર્સિવ ફેન એંગેજમેન્ટની તાકાતને દર્શાવે છે. જિયોસિનેમાએ – જીતો ધન ધના ધન-ની શરુઆત કરીને તેમજ 30થી વધુ શહેરોમાં ફેન્સને ટાટા આઈપીએલ ફેન પાર્કમાં આમંત્રિત કરવાની પોતાની ડિજિટલ-ફર્સ્ટ ઓફરિંગનો વિસ્તાર કર્યો.
વાયકોમ 18 સ્પોર્ટ્સના સીઈઓ અનિલ જયરાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જિયોસિનેમાએ ટાટા આઈપીએલ દરમિયાન પોતાના સ્પોન્સર્સ તથા એડવર્ટાઈઝર્સને ઘણી ઓફર પ્રસ્તુત કરી હતી. આમાં ટાર્ગેટિંગ, ફ્લેક્સિબિલિટી ઓફ કાસ્ટ, મેઝરમેન્ટ, ઈન્ટરેક્ટિવિટી, રીચ એન્ડ ઈન્ટિગ્રેશન સામેલ છે. ડિજિટલ પર ઉલ્લેખનીય એંગેજમેન્ટ અને પાર્ટિસિપેશન આ ઉદ્યોગમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક છે જ્યાં દર્શકો તથા એડવર્ટાઈઝર્સ બંનેએ પોતાની પસંદ અને પ્રાથમિકતા સ્પષ્ટ કરી દીધી છે. આનાથી દર્શકોની સંખ્યાની સાથે-સાથે એડ એક્સને પણ આગળ વધવા માટે મહત્ત્વપૂર્ણ રાહ મળી ચૂકી છે. ટાટા આઈપીએલ 2023ને લઈને દર્શકોનો ઉત્સાહ ફાઈનલ દરમિયાન તો ચરમસીમાએ પહોંચી ગયો હતો. કારણ કે જિયોસિનેમાએ આ મેચની સાથે 3.21 કરોડની પીક કન્કરન્સીના સ્વરૂપમાં નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. ટાટા આઈપીએલના સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનરે 16મી આવૃત્તિ દરમિયાન 1700 કરોડથી વધુ વિડિયો વ્યૂ રજિસ્ટર કર્યા છે.