શોધખોળ કરો
Advertisement
Jio ફરી એકવાર કરી શકે છે મોટો ધમાકો? મફતના ભાવમાં મળશે જીયો ફોન, કિંમત જાણીને ખરેખર ચોંકી જશો
કંપની આ નવો ફોન લોન્ચ કરવા મુદ્દે ખૂબ ગંભીર છે અને તેના પર ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. Jio Phone Liteની કિંમત માત્ર 399 રૂપિયા હોઈ શકે છે તેવું અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે.
મુંબઈ: રિલાયંસ કંપની Jio Phone Lite લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જીયોએ વર્ષ 2017માં દુનિયાનો પહેલાં એવો ફીચર ફોન લોન્ચ કર્યો હતો જેમાં 4G નેટવર્ક પણ સપોર્ટ કરે. જીયો ફોન લોન્ચ કરીને કંપનીએ બધાંને ચોંકાવી દીધા હતાં. Jio Phone Liteમાં અનેક સુવિધાઓ આપવામાં આવે તેવી સંભાવના છે. લીક થયેલા અહેવાલમાં તેની કિંમત વિશે પણ ખુલાસો કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કંપની આ નવો ફોન લોન્ચ કરવા મુદ્દે ખૂબ ગંભીર છે અને તેના પર ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. જીયો ફોન લાઈટમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે જેથી ગ્રાહકો કોલિંગ અને મેસેજનો લાભ લઈ શકશે. જોકે તેની સૌથી મોટી સમસ્યા એ છે કે આ ફોનમાં ઈન્ટરનેટ ચાલી શકશે નહીં તેવું અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે.
કંપની ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે ત્યારે Jio Phone Liteની કિંમત માત્ર 399 રૂપિયા હોઈ શકે છે તેવું મીડિયામાં વાયરલ થયું છે. ફોનમાં હાલના જીયો ફોન જેવા સ્પેસિફિકેશન હોઈ શકે છે. લીક અહેવાલનું માનીએ તો, આ ફોન પણ એક ફિચર ફોન જ હશે સ્માર્ટફોન નહીં. જોકે આ અહેવાલ પર કંપની દ્વારા કોઈ જ માહિતી આપવામાં આવી નથી.
ફોનની સુવિધાઓની વાત કરીએ તો, આ ફીચર ફોનમાં 2000 એમએએચની બેટરી આપવામાં આવશે. આ પાવરફુલ બેટરી 15 દિવસ સુધી સ્ટેન્ડબાય રહી શકે છે. આ સાથે જ સૌથી ઉપયોગી સુવિધાઓમાં વાઈફાઈ અને બ્લુટુથ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય ફોનમાં ફ્રન્ટ કેમેરા છે જેનાથી વીડિયો કોલિંગનો પણ લાભ ઉઠાવી શકાશે.
2 મેગાપીક્સલનો રીઅર અને 0.3 મેગાપીક્સલનો ફ્રન્ટ કેમેરા ફોનમાં આપવામાં આવશે. ફોનમાં 512 mb રેમ અને 4 gb સ્ટોરેજ આપવામાં આવશે. ફોનમાં 22 ભારતીય ભાષાઓ સપોર્ટ કરી શકશે જ્યારે MyJio, JioTV, JioCinema, JioChat, JioMusic, JioXpressNews જેવી એપનો લાભ પણ ફોનમાં ઉઠાવી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement