શોધખોળ કરો
Advertisement
Reliance Jio યૂઝર્સ છો ? જાણો શું છે IUC ટોપ અપ વાઉચર્સ અને કેવા છે તેના ફાયદા
રિલાયન્સ જિયો તેની હરિફ કંપનીઓ વોડાફોન-આઈડિયા, એરટેલને હંફાવી રહી છે. સસ્તો ડેટા અને સારું નેટવર્ક પૂરું પાડવાના કારણે જિયોના ગ્રાહકોમાં રોજબરોજ વધારો થતો જાય છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો તેની હરિફ કંપનીઓ વોડાફોન-આઈડિયા, એરટેલને હંફાવી રહી છે. સસ્તો ડેટા અને સારું નેટવર્ક પૂરું પાડવાના કારણે જિયોના ગ્રાહકોમાં રોજબરોજ વધારો થતો જાય છે.
શું છે IUC
ઈન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જ એટલેકે IUCની મદદથી તમે તમારા મોબાઈલ નેટવર્કથી કોઈપણ નેટવર્ક પર વાત કરી શકો છે. ગત વર્ષે રિલાયન્સ જિયોએ તેના ટોપ અપ પ્લાન્સને આઈસીયુમાં બદલી નાંખયા હતા. રિલાયન્સ જિયો ઓફર અંતર્ગત જિયો ટૂ જિયો નંબર પર ફ્રીમાં વાત થાય છે, જ્યારે અન્ય નેટવર્ક પર IUCથી વાત થાય છે.
જે વ્યક્તિ તેના નેટવર્કથી અન્ય નેટવર્કના નંબર પર કોલ કરે તો 6 પૈસા પ્રતિ મિનિટના દરથી ચુકવણી કરવાની હોય છે. સપ્ટેમ્બર 2017 સુધી આઈયુસીનો પ્રતિ મિનિટ ચુકવણી દર 14 પૈસા હતો, જેને ટ્રાઈએ બાદમાં ઘટાડીને 6 પૈસા કરી દીધો હતો.
10 રૂપિયાથી લઈ 1000 રૂપિયાના IUC ટોપ અપ વાઉચરની વિશેષતા
IUC ટોપ અપ વાઉચર્સની ખાસિયત છે કે તે અનલિમિટેડ વેલિડિટી સાથે આવે છે. ઉપરાંત તેમાં મળતા બેનિફિટ્સ પણ અનલિમિટેડ ટાઈમ માટે હોય છે. રિલાયન્સ જિયો તેના યૂઝર્સને 6 IUC ટોપ અપ વાઉચર ઓફર કરે છે. આ વાઉચરની કિંમત 10 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધી છે.
10 રૂપિયાના IUC ટોપ અપમાં 1GB 4G ડેટા અને 7.47 રૂપિયાના ટોક ટાઈમની સાથે 124 આઈયુસી મિનિટ આપવામાં આવે છે. જિયોના કેટલાક પ્રીપેડ પ્લાન્સમાં આઈયુસી મિનિટ નથી મળતી. આ સ્થિતિમાં જિયોથી અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 10 રૂપિયાનો આઈયુસી ટોપ અપ વાઉચર સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
20 રૂપિયાના IUC ટોપ અપમાં 2GB 4G ડેટા, 14.95 રૂપિયાનો ટોક ટાઇમ અને 249 IUC મિનિટ મળે છે. 50 રૂપિયાના IUC ટોપ અપમાં 5GB 4G ડેટા, 39.37 રૂપિયાનો ટોક ટાઈમ અને 656 આઈયુસી મિનિટ મળે છે. આ ઉપરાંત 100 રૂપિયાના IUC ટોપ અપમાં 10GB 4G ડેટા, 81.75 રૂપિયાનો ટોક ટાઇમ અને 1362 મિનિટ મળે છે.
500 રૂપિયાના આઈયુસી ટોપ અપમાં 50જીબી 4જી ડેટા, 420.73 રૂપિયાનો ટોક ટાઈમ અને 7,012 મિનિટ્સ મળશે. જ્યારે 1000 રૂપિયાના આઈયુસી ટોપ અપમાં 100જીબી 4જી ડેટા, 844.46 રૂપિયાનો ટોક ટાઈમ અને 14,074 મિનિટ મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement