નવા વર્ષમાં હવે આ સ્માર્ટફોનમાંથી ઓટોમેટિક બંધ થઇ જશે WhatsApp, જોઇ લો ફોનનુ લિસ્ટ...........
WhatsApp એ ખુદ એવી એક યાદી બહાર પાડી છે, જેમાં 2022 કયા કયા સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે. જો તમારી પાસે પણ આમાંથી કોઈ ફોન છે.
WhatsApp Alert: વર્ષ 2021 પુરુ થઇ ગયુ છે અને નવુ વર્ષ 2022 શરૂ થઇ ગયુ છે, આ વર્ષ સ્માર્ટફોન યૂઝર્સ માટે ખુશખબરી લઇને આવી રહ્યું છે, કેમ કે મોટા ભાગની પોતાના 5જી ફોન આ વર્ષે લૉન્ચ કરવાની છે. પરંતુ આ સાથે એક ખરાબ સમાચાર પણ સામે આવી રહ્યાં છે. ખરાબ સમાચાર જોઇએ તો રિપોર્ટ છે કે, નવા વર્ષે એટલે કે 2022માં કેટલાય એવા સ્માર્ટફોન છે જેના પરથી WhatsApp નો સપોર્ટ બંધ થઇ જશે. કેટલાક એવા સ્માર્ટફોનનુ લિસ્ટ છે જેમાં કંપની WhatsAppનો સપોર્ટ પાછો ખેંચી રહી છે, એટલે આ સ્માર્ટફોનમાંથી WhatsApp ઓટોમેટિક બંધ થઇ જશે. જુઓ કયા કયા ફોન છે આ લિસ્ટમાં..........
WhatsApp એ ખુદ એવી એક યાદી બહાર પાડી છે, જેમાં 2022 કયા કયા સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે. જો તમારી પાસે પણ આમાંથી કોઈ ફોન છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જો તમારી પાસે Android OS 4.1 (Android OS 4.1) અથવા તેનાથી નીચેનું વર્ઝન છે, તો તમારા ફોનમાં WhatsApp નહીં ચાલે. બીજી તરફ, જો તમે iPhone વિશે વાત કરીએ તો, જો તમારા ફોનમાં iOS 9 અથવા તેનાથી જૂનું સોફ્ટવેર હશે તો WhatsApp કામ કરશે નહીં. આ સિવાય આ એપ KaiOS2.5.0 પહેલાના વર્ઝનમાં પણ સપોર્ટ નહીં કરે. જો તમારા ફોનમાં અપડેટ હાજર છે, તો પછી નવીનતમ સોફ્ટવેર પર સ્વિચ કરો, અન્યથા તમારો ફોન બદલો.
આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp--
HTC Desire 500
Samsung Galaxy Trend Lite
Samsung Galaxy Trend 2
Samsung Galaxy S3 Mini
Sony Experia M
Samsung Galaxy Xcover2
Huawei Ascend G740 (Huawei Ascend G740)
Lenovo A820 (Lenovo A820)
Huawei Ascend D2
Huawei Ascend Mate
Samsung Galaxy Core
Samsung Galaxy Ace 2
LG Lucid 2
LG Optimus F7
LG Optimus L3 2 (LG Optimus L3, Dual)
LG Optimus L5
LG Optimus L3
LG Optimus L7
LG Optimus F6
LG Optimus L4, ડ્યુઅલ
LG Optimus F3
jiophone, jiophone 2
iPhone SE 16,32 64 GB (Apple iPhone SE 16,32, 64 GB)
iPhone 6s 16, 32, 64 અને 128 GB
iPhone 6s Plus 16, 32, 64 અને 128 GB
આ પણ વાંચો.........
SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી
વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ