Metaનું સ્પેશ્યલ ફિચર લૉન્ચ, હવે કોઇ નહીં પૉસ્ટ કરી શકે નાની છોકરીઓની અશ્લીલ તસવીરો, જાણો શું છે......
મેટાએ યૂઝર્સ માટે 'ટેક ઈટ ડાઉન' ટૂલ લૉન્ચ કર્યું છે. આ ટૂલની મદદથી નગ્ન તસવીરો અને વીડિયો જેવી સામગ્રીને પ્લેટફોર્મ પર શેર થતા અટકાવવામાં આવશે.
Meta Launched Take it Down Tool: દુનિયાની સૌથી મોટી સોશ્યલ મીડિયા કંપની Metaએ પોતાના યૂઝર્સને વધુ એક ખાસ ટૂલની ગિફ્ટ કરી છે, આ ટૂલ તમામ લોકો માટે ખુબ કામનુ સાબિત થઇ શકે છે. મેટાએ યૂઝર્સ માટે 'ટેક ઈટ ડાઉન' ટૂલ લૉન્ચ કર્યું છે. આ ટૂલની મદદથી નગ્ન તસવીરો અને વીડિયો જેવી સામગ્રીને પ્લેટફોર્મ પર શેર થતા અટકાવવામાં આવશે. આ ટૂલ નેશનલ સેન્ટર ફૉર મિસિંગ એન્ડ એક્સપ્લૉઈટેડ ચિલ્ડ્રન દ્વારા એક્સેસ કરવામાં આવશે. આ ટૂલ શરૂ કરવાનો ઉદેશ્ય સેક્સટૉર્શનના કેસો ઘટાડવા અને લોકોની ગોપનીયતા જાળવી રાખવાનો છે. જાણો આ નવું ટૂલ 'ટેક ઈટ ડાઉન' કઇ રીતે કરે છે કામ....
જુની તસવીરો પણ થઇ જશે બ્લૉક
આ ટૂલની મદદથી અગાઉ એટલે કે ભૂતકાળમાં અપલૉડ કરવામાં આવેલી તસવીરોને પણ પ્લેટફોર્મ પરથી હટાવી શકાય છે, અને તેને ફેલાતા અટકાવી શકાય છે. આજકાલ નગ્ન તસવીરો - સામગ્રી સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, અને તેના કારણે લોકોને બ્લેકમેલ કરવામાં આવી રહ્યાં છે. ભારતમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ઘણી વધારે છે અને આ વસ્તીમાં અમુક ટકા એવા લોકો છે જેઓ 18 વર્ષથી ઓછી ઉંમરના છે. બાળકો સોશ્યલ મીડિયાનો ખુબ ઉપયોગ કરે છે અને તેઓ સરળતાથી કોઈની જાળમાં ફસાઈ જાય છે, આ પછી લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવે છે. પરંતુ હવે આ બધું ખતમ થવાનું છે. જો કોઈ યૂઝર્સ 'ટેક ઈટ ડાઉન' ટૂલની મદદથી કોઈ તસવીરની જાણ કરે છે, તો તે ફોટાની ડિજિટલ ફિંગરપ્રિન્ટ બનાવવામાં આવે છે જેને હેશ કહેવામાં આવે છે. આ એક રીતે તમારી તસવીર કૉડમાં કન્વર્ટ થઈ જાય છે, આ પછી કોઈ તેને જોઈ શકતું નથી. આ ટૂલની ખાસ વાત એ છે કે, એકવાર ફોટોની જાણ થઈ જાય પછી, પ્લેટફોર્મ પરના તમામ આને લગતી તસવીરોને ખોલવામાં આવશે નહીં. એટલે કે તેને બ્લૉક કરી દેવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ તે ફોટો પ્લેટફોર્મ પર અપલૉડ કરવાનો પ્રયાસ કરે છે, તો તે પણ શક્ય નહીં બની શકે.
મેટાએ બતાવ્યુ કે, આ 'ટેક ઈટ ડાઉન' ટૂલને હિન્દીમાં આ વર્ષના અંત સુધીમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવશે, અને આગામી સમયમાં આને અન્ય રિઝનલ લેગ્વેજીસમાં પણ રિલીઝ કરવામાં આવશે.
પરંતુ આમાં છે આ પેન્ચ -
આ ટૂલમાં એક પેન્ચ એ છે કે, જો કોઈ તમારી નગ્ન તસવીર સેવ કરે છે અને તેને એડિટ કરીને પ્લેટફોર્મ પર અપલોડ કરે છે, તો આવી સ્થિતમાં આ તસવીર બ્લૉક નહીં થાય, કારણ કે આ ટૂલ આ તસવીરને લેટેસ્ટ ન્યૂ માને છે અને તેને ઓળખી શકતું નથી. આ માટે તમારે આ ઈમેજની ફરીવાર જાણ કરવી પડશે અને પછી તે વાયરલ નહીં થઇ શકે.