શોધખોળ કરો

Mobile Hacking: હેકરનું કામ આસાન બનાવી દે છે તમારી આ 3 આદતો, જલદીથી સુધારી લો નહીં તો.......

આજકાલ સ્માર્ટફોન હેક થવાના સમાચાર સતત આવતા રહે છે અને આવી સ્થિતિમાં આપણું ડિવાઈસ પણ કોઈને કોઈ ખતરામાં આવી જાય તેવી આશંકા છે

Mobile Hacking: આજકાલ સ્માર્ટફોન હેક થવાના સમાચાર સતત આવતા રહે છે અને આવી સ્થિતિમાં આપણું ડિવાઈસ પણ કોઈને કોઈ ખતરામાં આવી જાય તેવી આશંકા છે. હેકિંગ ક્યારે અને કયા સ્વરૂપમાં થશે તે અંગે કોઈ કંઈ કહી શકે તેમ નથી, પરંતુ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. એચડીએફસી બેંકે તાજેતરમાં તેના ગ્રાહકો માટે એક નવી સાયબર સિક્યૉરિટી એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં ખાસ સુરક્ષા ટીપ્સને હાઇલાઇટ કરવામાં આવી છે. યૂઝર્સની કેટલીક આદતો છે જે હેકર્સનું કામ વધુ સરળ બનાવે છે. ચાલો જાણીએ કે જો તમે પણ હેકર્સથી સુરક્ષિત રહેવા માંગતા હોવ તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને કઈ વસ્તુઓ વધારી શકાય છે.

બ્લૂટૂથ (Bluetooth)- 
મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ તેમના સ્માર્ટફોનમાં બ્લૂટૂથ પર વધુ ધ્યાન આપતા નથી. જ્યારથી TWS ઇયરબડ્સનો ટ્રેન્ડ વધ્યો છે, ત્યારથી મોટાભાગના ફોનમાં બ્લૂટૂથ ચાલુ રહે છે, પરંતુ સલાહ આપવામાં આવે છે કે જો જરૂર ન હોય તો બ્લૂટૂથ ચાલુ ના રાખવા જોઈએ.

એક્ટિવ અને વધારે સમય સુધી કોઇનામાં કનેક્ટ રહેનારું બ્લૂટૂથ હેકર્સને એ જાણવામાં મદદ કરે છે કે તમારા સ્માર્ટફોને અગાઉ કયા ઉપકરણો સાથે પેર કર્યું છે અને હેકર્સ તમારા સ્માર્ટફોનની ઍક્સેસ મેળવવા માટે સ્પૂફિંગ એટેકને શરૂ કરી શકે છે. તેથી જો જરૂરી ના હોય તો બ્લૂટૂથ બંધ રાખો.

પાસવર્ડ (Password)- 
જો તમે તમારી લૉક સ્ક્રીન અને મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન સહિત તમારા સ્માર્ટફોન પરની તમામ એપ્લિકેશનો માટે સમાન પાસવર્ડ/પીનનો ઉપયોગ કરો છો, તો તમારે તેમ કરવાનું બંધ કરવું પડશે. જો એક પાસવર્ડ દરેક એપ અને સ્માર્ટફોનને અનલૉક કરે છે, તો તમે હેકર્સ માટે તેને સરળ બનાવી રહ્યા છો.

ખાસ કરીને, લોકો જે પીન અથવા પાસવર્ડથી ફોનની લૉક સ્ક્રીન ખોલે છે, તે જ અન્ય એપ ખોલવા માટે પણ રાખે છે, પરંતુ તેમ કરવું યોગ્ય નથી. પરંતુ ઘણી વખત પ્રશ્ન થાય છે કે કેટલા પાસવર્ડ યાદ રાખવા જોઈએ.

તેથી તમે Google પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરીને આ કરી શકો છો. Google પાસવર્ડ મેનેજર તમારા બધા ઑનલાઇન એકાઉન્ટ્સ માટે અનન્ય અને મજબૂત પાસવર્ડ બનાવવાનું સરળ બનાવે છે. જ્યારે તમે Google પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો છો, ત્યારે તમારા પાસવર્ડ તમારા Google એકાઉન્ટમાં સાચવવામાં આવે છે.

બેંકિંગ એપ લૉગઆઉટ (Banking App LogOut)- 
કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ બેંકિંગ એપ દ્વારા તમામ કામ કરે છે અને પછી એપમાંથી લોગ આઉટ કરવાને બદલે બેક બટન દબાવી દે છે. પરંતુ તમારે હંમેશા બેંકિંગ એપમાંથી લોગ આઉટ કરવું જોઈએ અને માત્ર બેક બટન દબાવવું જોઈએ નહીં. જો તમે આવું ન કરો તો, બેંકિંગ એપ અમુક સમય માટે લોગ ઈન રહી શકે છે અને જો તમારું ઉપકરણ હેક થઈ જાય અથવા ખોટા હાથમાં આવી જાય તો જોખમ ઊભું થઈ શકે છે.

 

ટોપ સ્ટોરી

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
Embed widget