(Source: ECI/ABP News/ABP Majha)
વૉટ્સએપ હવે ગૃપ એડમિનને આપવા જઇ રહી છે આ મોટી સત્તા, જાણો શું કરી શકશે એડમિન
રિપોર્ટ અનુસાર, નવા અપડેટમાં ગૃપ એડમિનને ગૃપમાં રહેલા કોઇપણ મેસેજને ડિલીટ કરવાનો રાઇટ મળશે. આને લઇને ટેસ્ટિંગ પ્રૉસેસ કમ્પલેટ થયા બાદ આને યૂઝર માટે રિલીઝ કરી દેવામાં આવશે.
WhatsApp New Feature: વૉટ્સએપ પર નવા વર્ષમાં તમને વધુ એક નવુ ફિચર મળી શકે છે. ખરેખરમાં કંપની એક ખાસ ફિચર પર કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, નવા અપડેટમાં ગૃપ એડમિનને ગૃપમાં રહેલા કોઇપણ મેસેજને ડિલીટ કરવાનો રાઇટ મળશે. આને લઇને ટેસ્ટિંગ પ્રૉસેસ કમ્પલેટ થયા બાદ આને યૂઝર માટે રિલીઝ કરી દેવામાં આવશે.
ફિચરને આ રીતે સમજો-
રિપોર્ટ્સનુ માનીએ તો કંપનીએ આ ફિચર માટે બીટા વર્ઝન 2.22.1.1 અપડેટ રિલીઝ કર્યુ છે. આ અપડેટમાં ગૃપ એડમિનને ગૃપમાં બીજા મેમ્બર દ્વારા નાંખવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાનો ઓપ્શન આપવામાં આવશે. એડમિન દ્વારા મેસેજ ડિલીટ કર્યા બાદ ગૃપ સ્ક્રીન પર આનુ નૉટિફિકેશન પણ દેખાય છે કે આ મેસેજને એડમિને હટાવ્યો છે.
આ થશે ફાયદો-
આ ફિચર આવ્યા બાદથી ગૃપ એડમિન ખોટા, અશ્લીલ અને ભ્રામક મેસેજને તરતજ રોકી શકશે. જો કોઇએ કોઇ ગૃપમાં ખોટી જાણકારી, અશ્લીલ કન્ટેન્ટ અને અન્ય આપત્તિજનક સામગ્રી નાંખી છે, અને ગૃપ એડમિન નથી ઇચ્છતો કે આ આગળ વધે તો તરત જ તે મેસેજને ડિલીટ કરી શકશે. આનાથી ખોટી કન્ટેન્ટ આગળ સર્ક્યૂલેટ નહીં થાય.
આ પણ વાંચો-
બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો
Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે
બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ