Nokia 110 4G ફોન HD વોઈસ કોલિંગ ફીચર સાથે ભારતમાં લોન્ચ, જાણો કેટલી છે કિંમત
Nokia 110 4G ફીચર ફોનમાં 1.8 ઇંચનો QVGA કલર ડિસ્પ્લે આપવામાં આવ્યે છે, જેનું રિઝોલ્યૂશન 120X160 પિક્સલ છે. ફોન Unisoc T107 પ્રોસેસરથી સજ્જ છે.
પોતાના ફીચર ફોન માટે જાણીતી કંપની નોકિયા (Nokia)એ નવો ફીચર સ્માર્ટફોન Nokia 110 4Gને ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનને એચડી વોઈસ કોલિંગ ફીચર સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. કંપનીએ આ પહેલા આ ફોન યૂરોપમાં લોન્ચ કર્યો હતો. જો ભારતની વાત કરીએ તો આ ફોનની કિંમત 2799 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો તમે આ ફોન ખરીદવા માગો છો તો આજથી ઇ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર ખરીદી શકાય છે.
સ્પેસિફિકેશન્સ
Nokia 110 4G ફીચર ફોનમાં 1.8 ઇંચનો QVGA કલર ડિસ્પ્લે આપવામાં આવ્યે છે, જેનું રિઝોલ્યૂશન 120X160 પિક્સલ છે. ફોન Unisoc T107 પ્રોસેસરથી સજ્જ છે. નોકિયાનો આ ફોન Series 30+ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં 128MB રેમ और 48 MB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે, જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી 32 જીબી સુધી વધારી પણ શકાય છે.
કેમેરો
ફોટોગ્રાફીની વાત કરીએ તો Nokia 110 4G ફોનમાં 0.8 મેગાપિક્સલનો QVGA રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં કંપનીએ 4જી કનેક્ટિવિટી અને એચડી વોઈસ કોલિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. ઉપરાંત ફોનમાં 3-1 સ્પીકર્સ અને એમપી3 પ્લેયર પણ ઉપલબ્ધ છે.
બેટરી
પાવર માટે Nokia 110 4G માં 1,020 mAh ની બેટરી આપવામાં આવી છે જેને ફોનમાંથી રીમૂવ પણ કરી શકાય છે. દાવો છે કે તેની બેટરી 13 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઈમ આપશે. એટલું જ નહીં ફોન 16 કલાક સુધી મ્યૂઝિક પ્લેબેક અને પાંચ કાલકનો 4જી ટોકટાઈમ પણ આપે છે. નોકિયાના આ ફોનમાં વાયર્ડ અ વાયરલેસ એફએમ રેડિયો સપોર્ટ મળે છે. તેમાં આઈકોનિક સ્નેક જેવી શાનદાર ગેમ્સ પણ આપવામાં આવી છે. તેમાં 3.5mmનો ઓડિયો જેક પણ આપવામાં આવ્યો છે.
Samsung Guru Music 2 સાથે થશે ટક્કર
નોકિયાનો આ ફોન ભારતમાં Samsung Guru Music 2ને ટક્કર આપશે. શાનદાર ફીચર ફોન્સની યાદીમાં સેમસંગનો આ ફોન પણ સામેલ છે. સેમસંગના આ ફોનની કિંમત 1710 રૂપિયા છે. આ ફોનમાં 2 ઇંચનું ક્યૂવીજીએ ડિસ્પ્લે છે અને 800mAhની બેટરી અને સિંગલ કોર 208MHz પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનની મેમરી 16 જીબી સુધી વધારી શકાય છે.