iPhone 13: ફ્લિપકાર્ટ પર 10,000ના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે iPhone 13, જુઓ કિંમત ને ફિચર્સ
આ iPhone મોડલમાં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. A15 બાયોનિક ચિપસેટનો ઉપયોગ સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે કરવામાં આવ્યો છે.
![iPhone 13: ફ્લિપકાર્ટ પર 10,000ના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે iPhone 13, જુઓ કિંમત ને ફિચર્સ Offer: iphone 13 sale on flipkart with heavy 10000 rs off iPhone 13: ફ્લિપકાર્ટ પર 10,000ના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે iPhone 13, જુઓ કિંમત ને ફિચર્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/20e8840fb1363d4ffa4e4f5199d97cc91663238042201252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Flipkart iPhone 13 Sale: Appleના ફ્લેગશિપ iPhone 13 ને ફ્લિપકાર્ટ પર ભારે છૂટની સાથે વેચવામા આવી રહ્યો છે, ફ્લિપકાર્ટ પર દિવાળી સેલમાં આઇફોનને 69,990 રૂપિયાના એમઆરપીથી નીચે 59,990 રૂપિયામાં વેચવા માટે રાખવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ iPhone 13ના 256GB અને 512GB સ્ટૉરેજ વેરિએન્ટ પર વધારાનુ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. એસબીઆઇ અને કૉટક બેન્ક ક્રેડિટ કાર્ડ યૂઝ્સને એક્સ્ટ્રા 1,250 રૂપિયાની છૂટ મળશે.
જોકે, iPhone 13ના બેઝ 128GB સ્ટૉરેજ ઓપ્શન પર આ ઓફર ઉપલબ્ધ છે, પરંતુ આમ છતાં યૂઝર્સ iPhone પર 16,900 રૂપિયાની એક્સચેન્જ ડીલ લઇ શકો છો. જોકે, એક્સચેન્જ ઓફર અંતર્ગત આ તમારા જુના ફોનની કન્ડિશન પર નિર્ભર કરે છે. IPhone 13 કેટલાક રંગોમાં ઉપલબ્ધ છે, આ રંગોમાં લાલ, કાળા વાદળી, સફેદ અને ગુલાબી સામેલ છે.
જેમ કે તમે જાણો છે કે Apple એ તાજેતરમાં જ iPhone 14 સીરીઝ લૉન્ચ કરવામાં આવી હતી, કેટલાય ગ્રાહક એ વાતને લઇને દુવિધામાં હશે કે લેટેસ્ટ iPhone કે જુના iPhone 13માં કોને ખરીદવો જોઇએ. જો તમે iPhone 13 પ્રૉ મૉડલ પર વિચાર નથી કરી રહ્યાં, તો નવા iPhone 14, iPhone 13 ની સમાન છે. કેમેરામા થોડો સુધારો કરવામા આવ્યો છે, ડિઝાઇનના મામલામાં બન્ને ફોન એક જેવા છે.
Apple iPhone 13 ની વિશિષ્ટતાઓ -
આ iPhone મોડલમાં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. A15 બાયોનિક ચિપસેટનો ઉપયોગ સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે કરવામાં આવ્યો છે. કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, ફોનની પાછળની પેનલ પર ડ્યુઅલ રિયર કેમેરા સેન્સર, 12 મેગાપિક્સલનો વાઈડ-એંગલ લેન્સ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એંગલ લેન્સ છે. સેલ્ફી પ્રેમીઓ માટે, કંપનીએ ફોનના આગળના ભાગમાં 12 મેગાપિક્સલનો ટ્રુ ડેપ્થ કેમેરા સિસ્ટમ આપ્યો છે. ફોન Appleના ઇન-હાઉસ iOS 15 પર ચાલે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)